વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવાર અને વ્રત પર અનેક શુભ અને રાજયોગનું નિર્માણ થઇ રહ્યુ છે. આ વખતે શ્રાવણની શિવરાત્રિ 23 જુલાઇએ છે આ દિવસે ગુરૂ અને ચંદ્રનો દુર્લભ ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગથી અનેક રાશિનો ભાગ્યોદય થશે. અચાનક ધનલાભ થશે આઓ જાણીએ આ લકી રાશિ અંગે વિસ્તૃતથી.
સિંહ રાશિ
ગજકેસરી રાજયોગ તમારા માટે લાભકારી રહેશે. આવકના નવાનવા સ્તોત્ર ખુલશે. વેપારીઓને ફાયદો થશે. માનસિક શાંતિ મળશે. જુના રોકાણથી ફાયદો થશે. સંપત્તિમાં વધારો થશે. આર્થિક સંકટ દૂર થશે.
મકર રાશિ
ગજકેસરી રાજયોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવાનો છે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. જૂના રોકાણોથી અચાનક નફો થશે, જેના કારણે નાણાકીય સંકટનો સામનો કરવો પડશે નહીં.
તુલા રાશિ
ગજકેસરી રાજયોગની રચના સાથે, તુલા રાશિ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર બનવાનો છે. તમે કાર્ય-વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરી શકો છો. ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લેશો. વિદ્યાર્થીઓ કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે.
વૃષભ રાશિ
ગજકેસરી રાજયોગનું નિર્માણ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમને અટકેલા પૈસા મળી શકે છે. સાથે જ આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ વાણીનો પ્રભાવ પણ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે. માર્કેટિંગ, બેંકિંગ, મીડિયા અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને સારા લાભ મળી શકે છે.