કર્મફળના દાતા શનિ અને ગ્રહોના રાજકુમાર બુધ 5 ઓક્ટોબરે ષડાષ્ટક યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગ ગ્રહ એક બીજાથી છઠ્ઠા અથવા આઠમા ઘરમાં જવાથી બને છે. શનિગ્રહ બુધની સાથે મળીને આ યોગ બનાવી રહ્યા છે. દશેરા બાદ આ યોગ બની રહ્યો છે જે 3 રાશિના જાતકો માટે સારુ છે. આ યોગથી 3 રાશિના જીવન પર સારો પ્રભાવ પડશે. કરિયરમાં ગ્રોથ અને ધનલાભ મળશે.

ક્યારે બની રહ્યો છે ષ્ડાષ્ટક યોગ ?

5 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે શનિ અને બુધ એકબીજાથી 150 ડિગ્રી પર રહેશે. ત્યારબાદ આ ષડાષ્ટક યોગ બનશે. બુધ હાલમાં તુલા રાશિમાં છે, જ્યારે શનિ મીનમાં છે. ચાલો તમને જણાવીએ કે દશેરા પછી બનનારા આ શુભ યોગથી કઈ ત્રણ રાશિઓને ફાયદો થશે.

મેષ રાશિ

શનિ-બુધ ષડાષ્ટક યોગથી મેષ રાશિને આર્થિક લાભ થઈ શકે છે.તમારા જીવનમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થશે, અને સારો સમય શરૂ થશે. તમે ખર્ચમાંથી મુક્ત થશો અને ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો. તમને શિક્ષણ અને નોકરીમાં પ્રમોશનના ક્ષેત્રમાં પણ સફળતા મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે શનિ-બુધ ષડાષ્ટક યોગ શુભ રહેશે.જો તમે મિલકત સંબંધિત બાબતોમાં સામેલ છો, તો તમને સફળતા મળી શકે છે. તમે નવી મિલકત ખરીદી શકો છો. પરિવાર સાથે સંબંધો સારા રહેશે, અને તમારું મન શાંત રહેશે.

મીન રાશિ 

મીન રાશિ માટે સમય અનુકૂળ રહેશે. તમને વ્યવસાયમાં લાભ જોવા મળી શકે છે, અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડે તો કાળજીપૂર્વક વિચાર કરો.


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )