પંચાંગ મુજબ આજે એટલે કે 27 મેની રાત્રે ચંદ્રમા કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશીમાં ગોચર કરશે. ચંદ્રમાની આ નવી સ્થિતિને કારણે આકાશમંડળમાં શનિ અને ચંદ્રમા વચ્ચે અત્યંત કષ્ટદાયક ‘ષડાષ્ટક યોગ’નું નિર્માણ થવા જઈ રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે બે ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં સ્થિત હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ ગોચર દરમિયાન શનિ ગ્રહ ચંદ્રમાથી છઠ્ઠા ભાવમાં રહેશે, જ્યારે ચંદ્રમા શનિથી આઠમા ભાવમાં સ્થિત રહેશે. કર્મફળદાતા શનિ અને મનના કારક ચંદ્રમાનો આ અશુભ સંબંધ કેટલીક રાશિઓના જીવનમાં માનસિક અશાંતિ, ધનહાનિ અને વિવાદ જેવી મોટી મુશ્કેલીઓ લાવી શકે છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના લોકો માટે આ યોગ માનસિક અને આર્થિક તણાવ વધારી શકે છે. કાર્યસ્થળ પર અચાનક અવરોધો આવી શકે છે. સહકર્મીઓ અથવા વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાથી તમારી છબી પર અસર પડી શકે છે. આ સમય દરમિયાન પૈસાથી જોડાયેલા મોટા જોખમ લેવાનું ટાળો. કોઈને ઉધાર આપવાથી પણ બચો, નહીં તો પૈસા અટવાઈ શકે છે.
મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના લોકો માટે આ અશુભ યોગ સ્વાસ્થ્ય અને બચત માટે ભારે પડી શકે છે. ચંદ્રમા પીડિત હોવાને કારણે મનમાં તણાવ રહેશે. અચાનક મોટો ખર્ચ સામે આવી શકે છે, જેના કારણે બજેટ બગડી શકે છે. વાહન ચલાવતી વખતે ખૂબ સાવચેત રહેવું. તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે એક ખોટી વાત પરિવારમા મોટો વિવાદ ઉભો કરી શકે છે.
કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના લોકોને આ સમય દરમિયાન કરિયર અને પારિવારિક જીવનમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર રહેશે. બિઝનેસ પાર્ટનરશિપમાં તણાવ આવી શકે છે. તૈયાર થયેલી ડીલ હાથમાંથી નીકળી શકે છે. જીવનસાથી સાથે ગેરસમજના કારણે ઘરમાં અશાંતિ વધી શકે છે. ભાગીદારીના કામોમાં પારદર્શિતા રાખો અને નવા રોકાણના નિર્ણય થોડા દિવસ માટે ટાળો.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ-ચંદ્રમાનો આ સંયોગ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને અસર કરશે. આ ગોચર દરમિયાન મહેનત મુજબ પરિણામ નહીં મળે, જેના કારણે નિરાશા વધી શકે છે. માતા અથવા ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને દોડધામ કરવી પડી શકે છે અને તેમાં વધુ ખર્ચ પણ થઈ શકે છે. ઓફિસની રાજનીતિથી દૂર રહો અને પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લો.
આ પણ વાંચો: Numerology Prediction: કારનો નંબર લકી છે કે અનલકી? તમારી જન્મતારીખથી જાણીલો રાજ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)