વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ કર્મોના ફળ આપનાર ગ્રહ ગણાય છે. જ્યારે પણ શનિની ચાલ અથવા સ્થિતિ બદલાય છે, ત્યારે જીવનના અનેક પાસાઓમાં પરિવર્તન જોવા મળે છે. આવું જ એક મોટું પરિવર્તન હોળી 2026 પછી થવા જઈ રહ્યું છે, જ્યારે શનિ ગ્રહ મીન રાશિમાં અસ્ત થશે. આ અસ્ત થવું ખાસ કરીને ત્રણ રાશિઓના જીવનમાં શુભ પરિણામ લાવનાર સાબિત થશે. આવો જાણીએ કે શનિના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને કેવી રીતે લાભ મળશે.

30 વર્ષ બાદ શનિ કરી રહ્યા છે મોટો ફેરફાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આરોગ્ય, સંઘર્ષ, નોકરી-વ્યવસાય, લોખંડ અને તેલ વગેરે સાથે શનિ મહારાજનો સંબંધ છે. દ્રિક પંચાંગ મુજબ, હોળી પછી જ્યારે શનિ દેવ મીન રાશિમાં અસ્ત થશે, ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. પરંતુ આ પરિવર્તન ખાસ કરીને માત્ર 3 રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે, અને નોકરી, ધન તથા પ્રગતિ સંબંધિત ક્ષેત્રોમાં શુભ પરિણામ આપશે.

શનિ દેવ 13 માર્ચ 2026ના રોજ સાંજે 7 વાગીને 13 મિનિટે મીન રાશિમાં અસ્ત થશે. જ્યોતિષીય ગણતરી મુજબ, લગભગ 30 વર્ષ બાદ દંડાધિકારી શનિ દેવ પોતાની સ્થિતિમાં મોટો બદલાવ કરવા જઈ રહ્યા છે.

ધન રાશિ: ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો

શનિનું અસ્ત ધન રાશિ માટે ભાગ્યોદય સમાન સાબિત થઈ શકે છે. ભૌતિક સુખોમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. આ સમયગાળામાં તમે ઘર, વાહન અથવા સંપત્તિ સંબંધિત મોટો નિર્ણય લઈ શકો છો. કમાણીના ઉત્તમ અવસર મળશે. નોકરી બદલવા ઈચ્છુક લોકોને સારી ઓફર મળી શકે છે. અચાનક ધનલાભની પણ શક્યતા છે. સૌથી સારી વાત એ છે કે આ દરમિયાન માતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

કુંભ રાશિ: આર્થિક બાબતોમાં રાહત

શનિનું અસ્ત થવુ કુંભ રાશિ માટે શુભ પરિણામ લાવનાર રહેશે. આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં મોટી રાહત મળી શકે છે, કારણ કે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. જો લાંબા સમયથી વેપારમાં પૈસા અટક્યા હોય, તો તે પાછા મળવાની સંભાવના છે. શિક્ષણ,મીડિયા, સેલ્સ અથવા માર્કેટિંગ સાથે જોડાયેલા કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે, કારણ કે તમારી વાતચીત અને વિચારો લોકો પર ઊંડો પ્રભાવ પાડશે.

મીન રાશિ: સફળતાના સંકેત

શનિના અસ્ત મીન રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થશે અને આત્મવિશ્વાસમાં વધારો લાવશે. આ સમય દરમિયાન સમાજમાં તમારું માન-સન્માન વધશે. વિવાહિત લોકો માટે સંબંધોમાં મધુરતા આવશે અને જીવનસાથીની પ્રગતિના પણ યોગ બની રહ્યા છે. વેપારીઓની આવકમાં વધારો થવાના સંકેત છે. જે જાતકો લાંબા સમયથી કોઈ કાર્ય માટે મહેનત કરી રહ્યા હતા, તેમને હવે સફળતા મળવાની પૂરી શક્યતા છે. સાથે જ ભાગીદારી સંબંધિત કામોમાં પણ લાભ મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: Trigrahi Yog : Trigrahi Yog : એક સદી પછી સૂર્ય, શુક્ર અને રાહુનો ત્રિગ્રહી યોગ, આ રાશિના જાતકોનો સુવર્ણ સમય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)