જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેનો પ્રભાવ થોડા સમય માટે કમજોર થઈ જાય છે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓને રાહત અને સકારાત્મક પરિણામો મળી શકે છે. ખાસ કરીને જેમના પર શનિની સાડેસાતી અથવા ઢૈય્યાનો પ્રભાવ ચાલી રહ્યો છે, તેમને થોડો રાહતનો અનુભવ થઈ શકે છે. ચાલો જાણીએ કઈ રાશિઓ માટે આ સમય અનુકૂળ માનવામાં આવે છે.

મેષ રાશિ: શનિનુ અસ્ત થવુ રાહત આપે

મેષ રાશિના જાતકો માટે શનિનુ અસ્ત થવુ રાહત આપનાર માનવામાં આવે છે. સાડેસાતીનો દબાણ થોડો ઓછો અનુભવાઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું સરળ બનશે અને આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં હવે ગતિ આવી શકે છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાના સંકેત છે.

વૃશ્ચિક રાશિ: આ સમય સારો રહેશે

વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યસ્થળે તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે અને કોઈ મોટી ડીલ અથવા નવા પ્રોજેક્ટની શક્યતા પણ બની શકે છે.

ધન રાશિ: અટકેલા કામ થશે

ધન રાશિના લોકો માટે આ સમય દરમિયાન શનિ ઢૈય્યાથી થોડી રાહત મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને કારકિર્દીમાં આગળ વધવાના અવસર મળી શકે છે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે અને આર્થિક સ્થિતિ પણ પહેલાથી સારી બની શકે છે. કુલ મળીને આ સમય તમારા માટે ધીમે ધીમે સકારાત્મક બદલાવ લાવી શકે છે.

કુંભ રાશિ : સમય લાભદાયક

કુંભ રાશિના લોકો માટે પણ આ સમય લાભદાયક રહી શકે છે. સાડાસાતીના પ્રભાવથી થોડી રાહત મળી શકે છે. મહેનતનું સારું ફળ મળવાની શક્યતા છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. મિલકત સંબંધિત મામલાઓમાં લાભ થવાના યોગ છે. ઉપરાંત વિદેશ સંબંધિત કાર્યોમાં પણ સકારાત્મક પરિણામ મળી શકે છે.

આ પણ વાંચો: Chandra Grahan 2026: ઓગસ્ટમાં વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ, શું ભારતમાં દેખાશે બ્લડ મૂન?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)