11 એપ્રિલે બુધ મીન રાશિમાં ગોચર કરશે અને 30 એપ્રિલ સુધી એ જ રાશિમાં રહેશે. મીન રાશિમાં શનિ પહેલાથી જ સ્થિત છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, મીન રાશિમાં બુધ અને શનિની યુતિ પૂરા 30 વર્ષ પછી બનવા જઈ રહી છે. મીન રાશિમાં શનિ-બુધની યુતિ ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષવિદોના કહેવા મુજબ શનિ-બુધનું મિલન કેટલીક રાશિઓને આર્થિક ક્ષેત્રે જબરદસ્ત લાભ અપાવી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે શનિ-બુધનું ગોચર શુભ અને સકારાત્મક સંકેતો આપી રહ્યું છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં જબરદસ્ત પ્રગતિના યોગ છે. કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. ઇચ્છિત સ્થળે ટ્રાન્સફર થવાની સંભાવના છે. આવક-ખર્ચમાં સારો સંતુલન સ્થાપિત કરી શકશો. આ સમયગાળામાં આરોગ્ય પણ સુધરશે અને જૂના રોગોથી રાહત મળશે. પ્રેમ સંબંધોમાં આકર્ષણ વધશે અને નાની મુસાફરીના યોગ બની શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે પણ આ ગોચર ઉત્તમ દેખાઈ રહ્યું છે. આવક વધારવાના નવા અવસર મળી શકે છે. તમે સરળતાથી બચત કરી શકશો. નોકરી બદલવા અથવા નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ધનની આવક પહેલાં કરતાં વધુ સારી રહેશે. પૈસાને લઈને ચાલતો કોઈ વિવાદ દૂર થશે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને પરિવારજનો સાથે પ્રેમ વધશે. અજાણ્યા લોકો પર તરત વિશ્વાસ નહીં કરો.

મીન રાશિ

મીન રાશિ માટે આ યુતિ ખાસ લાભદાયક માનવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં રોકાણ માટે સારો અવસર મળી શકે છે, જે ભવિષ્યમાં લાભ આપશે. મફતમાં કોઈ મોટી ડીલ હાથ લાગી શકે છે. જે લોકો નવું કાર્ય શરૂ કરવા માંગે છે, તેમના માટે સમય અનુકૂળ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પ્રેમ તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. મુસાફરીના યોગ બનશે. ભાઈ-બહેન સાથેના સંબંધ મજબૂત બનશે. આ સમય દરમિયાન લેવામાં આવેલ દરેક નિર્ણય લાભદાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Grah Gochar : 4 દિવસમાં 4 મોટા ગ્રહોનું બેક ટુ બેક ગોચર, માર્ચમાં આ રાશિને અઢળક લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)