ગ્રહોના ગોચરથી શુભયોગ રચાય છે. શુભયોગ જીવનમાં સમૃદ્ધિ, માનસિક શાંતિ અને પ્રગત્તિ લાવે છે. આ જ રીતે અશુભ યોગથી જીવનમાં મુશ્કેલી આવે છે. ચિંતામાં વધારો થાય છે. 16 જુલાઈના રોજ મીન રાશિમાં ગોચર કરતો ચંદ્ર વિષયોગ બનાવશે, કારણ કે ભગવાન શનિ પહેલાથી જ મીનમાં હાજર છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચંદ્ર અને શનિની યુતિ વિષયોગ બનાવે છે.
જ્યોતિષમાં ગ્રહણ અને વિષયોગને અશુભ માનવામાં આવે છે
આ પહેલા ચંદ્ર અને રાહુના યુતિએ ગ્રહણ યોગ બનાવ્યો હતો, જેને અશુભ યોગ પણ માનવામાં આવે છે. 13 જુલાઈથી 15 જુલાઈ સુધી ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરતો હોવાથી ગ્રહણ યોગ બન્યો હતો. હવે આ પછી મીન રાશિમાં ચંદ્ર અને શનિની યુતિ વિષયોગ બનાવશે. જ્યોતિષમાં ગ્રહણ અને વિષયોગને અશુભ માનવામાં આવે છે. તેની આડઅસરોને કારણે ઘણા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કામમાં વિવિધ પ્રકારના અવરોધો આવે છે. વિષયોગના નિર્માણને કારણે કઈ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ
શનિ-ચંદ્રમાંની યુતિથી વિષયોગ રચાતા મુશ્કેલી આવશે. નુકસાનની શક્યતા છે. કોઇ સાથે પૈસાની લેતી-દેતી કરતા કાળજી રાખવી. આવક કરતા જાવક વધશે. આર્થિક મુશ્કેલી અનુભવશો. કોઇને મદદ કરશો તો વ્યર્થ જશે. આંતરીક દુશ્મનો વધશે. કામમાં અડચણ કે બાધા આવતા મન વ્યાકુળ થશે. એક બેચેની ઘેરી લેશે. મન મુંઝાયા કરશે. કોઇને કશુ નહી કહેવાથી મુશ્કેલી થશે. કામકાજમાં મન લાગશે નહી. એક પછી એક ભૂલથી કામ બગડશે.
વૃષભ રાશિ
વિષયોગથી જીવનમાં મુશ્કેલી વધશે. ઘરના વડિલો સાથે મનદુખ થશે. નજીકના લોકો સમજતા નથી તેવી ભાવના થશે. જે પણ કામ કરશો તેમાં નિષ્ફળતા મળશે. ચિંતા થતા મનને અશાંતિ થશે. કેટલાક દિવસ ખુબજ કષ્ટદાયક રહેશે. ચંદ્રમાં શનિની યુતિથી તમારા સંકલ્પો સિદ્ધ થતા અટકી જશે
મીન રાશિ
મીન રાશિ માટે આવનારો સમય મુશ્કેલ રહેશે. આ સમયે મતભેદથી કામ મુશ્કેલ થશે. સાહસ ઘટી જશે. તમારા ઉત્સાહમાં ઓટ દેખાશે. તમને ભારે નુકસાવ થશે આથી રોકાણ કરતા ખુબ જ ધ્યાન રાખજો. નાની-નાની વાતમાં તકરારમાં ન ઉતરશો. માનસિક તણાવ દૂર થશે. આફત આવતા મુશ્કેલી વધશે.