શનિને કર્મના દેવતા કહેવામાં આવે છે. શનિ ન્યાયપ્રિય દેવતા છે. શનિથી લોકો ચેતીને અને બચીને રહે છે. પરંતુ શનિની સાડાસાતી કે પછી ઢૈયા હોય ત્યારે શું કરવું? કેવી રીતે શનિદેવને રીઝવવા અને શું કરીએ તો શનિ દેવ પ્રસન્ન થાય તે વિશે વાત કરીએ.


શનિદેવ થશે પ્રસન્ન 


એક નિષ્ણાંત જ્યોતિષના જણાવ્યાનુસાર શનિદેવની સાડે સાતી એવા લોકોને પરેશાન કરતી નથી જેઓ નીચલા વર્ગનો આદર કરે છે અને તેમને મદદ કરે છે. લોકો ઘણીવાર શનિદેવની સાડે સાતી અને ઢૈયા વિશે વિચારીને ડરી જાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને ખ્યાલ પણ નથી હોતો કે ક્યારે સાડે સાતી આવી ને જતી પણ રહી. કારણ કે તેમને કોઈ મોટી પડતી કે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આની પાછળ શું છે કારણ તે જાણીએ.

કેવા લોકોને શનિની સાડા સાતીથી મુશ્કેલીમાં ફસાતા નથી?

  • જે લોકો નીચલા વર્ગના લોકો અથવા ઘરકામ કરનારાઓનો આદર કરે છે, તેઓને ભોજન પુરુ પાડે છે અને સમયસર પગાર ચૂકવે છે તેઓને શનિ દેવ મુશ્કેલીમાં રાહત આપે છે.
  • જેમ કે જો તમારા ઘરમાં કોઈ નોકરાણી હોય, તો તમે તેની સારી સંભાળ રાખો છો, તેની સાથે આદરથી વાત કરો છો અને તેની સમસ્યાઓ સમજો છો. આવી પરિસ્થિતિઓમાં શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે, કારણ કે શનિ શ્રમિક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.
  •  જો તમે શનિ મહારાજને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ફક્ત દીવો પ્રગટાવવો પૂરતો નથી. તમારા કરતા નીચલા વર્ગના લોકોનો આદર કરવાનું શરૂ કરો. તમારાથી નીચેના કામ કરતા કોઈપણનો આદર કરો. ભૂલથી પણ નાના કે મોટા કોઈનું પણ અપમાન ન કરો. તમારો અભિપ્રાય વ્યક્ત કરો, પરંતુ આદરપૂર્વક અને સ્પષ્ટ રીતે, કોઈને બૂમો પાડીને કે નીચા પાડ઼ીને નહીં.
  • જેઓ પોતાના કાકાઓ સાથે સંબંધો સુધારે છે
  •  જેઓ શનિની સાડા સાતીથી પરેશાન નથી તેઓ તેમના કાકાઓ સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેઓ તેમને તેમના પિતા સમાન માને છે. કારણ કે શનિ સંબંધોમાં કાકાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જે વ્યક્તિના તેમના કાકા સાથે સારા સંબંધ છે તેઓ શનિથી ઓછા પરેશાન થાય છે. જો તમારો શનિ નબળો તો તમારે કાકા સાથેના તમારા સંબંધો સુધારવાનો પ્રયાસ કરો. આથી શનિદેવને રીઝવવા માટે ફક્ત દીવો પ્રગટાવવા, ધૂપ પ્રગટાવવા અને મંદિરમાં જવાની સાથે સાથે તમારે આવી નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવુ જેથી શનિની ખરાબ અસરો તમારા પર ઓછી વર્તાય.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )


  • Follow us on: