દૈત્યોના ગુરુ શુક્ર ગર મહિને રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. ત્યારે આ સમયે શુક્ર વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 26 જુલાઇએ તેઓ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ઓગષ્ટ માસની પહેલી તારીખે શનિની સાથે સંયોગ કરીને કેન્દ્ર યોગનું નિર્માણ કરી રહ્યા છે. એવામાં કેટલીક રાશિના જાતકોને નોકરી ધંધામાં સફળતા મળે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિ અને લગ્નના આધારે કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ તે લકી રાશિ વિશે..

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર-શનિ એક ઓગષ્ટે સાંજે 7 વાગ્યેને 1 મિનિટ પર એક બીજાથી 20 ડિગ્રી પર હશે જેનાથી કેન્દ્ર યોગનું નિર્માણ થઇ રહ્યું છે. મહત્વનું છે કે આ સમયે શનિ વક્રી અવસ્થામાં મીન રાશિમાં બિરાજમાન છએ.

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે કેન્દ્ર યોગ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. પૈતૃક સંપત્તિ મળવાની ઘણી શક્યતાઓ છે. તમારા વર્તનમાં પણ ખૂબ જ ઝડપથી પરિવર્તન જોવા મળશે. આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે. તમને ભૌતિક સુખો મળી શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. વાહન વગેરે ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. જીવનમાં ખુશી રહેશે.

મેષ રાશિ

આ રાશિના લોકો માટે કેન્દ્ર યોગ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આ રાશિમાં શનિ સાડા સતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ શનિ વક્રી હોવાથી તેની અસર ઘણી ઓછી થઈ જાય છે. તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે તેમજ પૈસાનો લાભ પણ મળી શકે છે. તમે કારકિર્દીમાં કેટલીક મોટી સફળતા પણ મેળવી શકો છો. તમને લાંબા સમયથી ચાલી આવતી પૈસાની અછતમાંથી રાહત મળી શકે છે. તમને કોર્ટ કેસોમાં સફળતા મળી શકે છે. કાનૂની નિર્ણયો તમારા પક્ષમાં હોઈ શકે છે. ભાગીદારીમાં કરવામાં આવેલા વ્યવસાયમાં પણ તમને નફો મળી શકે છે.

કુંભ રાશિ

આ રાશિના લોકો માટે શનિ-શુક્રનો કેન્દ્ર યોગ ઘણા ક્ષેત્રોમાં અનુકૂળ અસર કરી શકે છે. બાળકો તરફથી આ રાશિના લોકોને આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ હવે અંત આવી શકે છે. આ સાથે તમારામાં કેટલીક નવી કુશળતાનો વિકાસ થશે જે તમને કારકિર્દીના ક્ષેત્રમાં ઘણો ફાયદો આપી શકે છે.


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )