ન્યાયના દેવતા શનિ દેવ તમારા કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવની ચાલ સૌથી ધીમી હોય છે. તેઓ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. જેની અસર કેટલીક રાશિઓ પર લાંબા સમય સુધી રહે છે. ત્યારે હાલ શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે. બીજી તરફ ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. એવામાં શનિ અને સૂર્યની એકબીજા પર દ્રષ્ટિ પડી રહી છે.
શનિ દેવ બનશે શક્તિશાળી
સામાન્ય રીતે સૂર્ય અને શનિ બંને એકબીજાના દુશ્મન ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શનિ પર સૂર્યની દ્રષ્ટિ પડવાથી તેઓ વધારે શક્તિશાળી થશે. શનિદેવ 17 ઓક્ટોબર સુધી શક્તિશાળી રહેશે. જેનો લાભ કેટલીક રાશિઓને થવાનો છે. આવો જાણીએ કઇ છે તે લકી રાશી.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે, શનિ-સૂર્ય સમસપ્તક રાજયોગ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. સાતમા અને આઠમા ભાવના સ્વામી તમારા ભાગ્ય ભાવમાં સ્થિત છે. એવામાં શનિ પર સૂર્યની દ્રષ્ટિ પડવાથી શનિ વધારે પાવરફુલ બનશે. . આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે શુભ પરિણામો લાવી શકે છે. અપરિણીત વ્યક્તિઓને લગ્ન પ્રસ્તાવો મળી શકે છે. તમારા અથવા તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાં સકારાત્મક પરિણામો આવી શકે છે. તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લઈ શકો છો.
તુલા રાશિ
તુલા રાશિ માટે સૂર્ય બારમા ભાવમાંથી ગોચર કરી રહ્યો છે. પરિણામે આ રાશિ પર શનિની દ્રષ્ટિ ઘણા ક્ષેત્રોમાં લાભ લાવી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધોમાં સુધારો થઈ શકે છે જે સંભવિત રીતે નોંધપાત્ર નફો લાવશે. જો કે બિનજરૂરી ખર્ચાઓ થોડી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી આ જોખમોને નિયંત્રિત કરવાથી ફાયદાકારક રહેશે. તમે તમારા સ્પર્ધકો અથવા દુશ્મનોને દૂર કરી શકશો. તમને ક્યાંકથી પૈસા અથવા મિલકત મળી શકે છે.
મકર રાશિ
આ રાશિ હેઠળ જન્મેલા લોકો શનિ પર સૂર્યની દ્રષ્ટિ પડવાથી લાભદાયી ફળ મળશે. આ રાશિમાં શનિ ત્રીજા ભાવમાં બિરાજમાન છે. એવામાં સૂર્યની દ્રષ્ટિ પડવાથી શનિ વધારે શક્તિશાળી બનશે. આ રાશિના જાતકોને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે. આનાથી તેમના જીવનમાં ખુશીઓ પણ આવી શકે છે.