શનિને કર્મ, ન્યાય, શિસ્ત અને કર્મ અનુસાર ફળ આપનાર ગ્રહ કહેવામાં આવે છે. જ્યારે શનિ કોઈ ખાસ સ્થિતિમાં ગોચર કરે છે અથવા અન્ય ગ્રહો સાથે વિશેષ યોગ બનાવે છે, ત્યારે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના કરિયર, ધન, આરોગ્ય અને જીવનની સ્થિરતા પર પડે છે. આ વખતનો શનિ યોગ કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલનાર સાબિત થઈ શકે છે.
શનિદેવ આ વર્ષે 13 માર્ચની સાંજે 7 વાગ્યેને 13 મિનિટે મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવ આ વર્ષે 13 માર્ચની સાંજે 7 વાગ્યેને 13 મિનિટે મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. આ પ્રકારનો યોગ લગભગ 30 વર્ષ બાદ રચાઈ રહ્યો છે, જેને જ્યોતિષ દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જ્યોતિષીય ગણતરી મુજબ, આ શનિ યોગ ઘણા વર્ષો પછી બનતો હોવાથી તેની અસર ઊંડી અને લાંબા સમય સુધી રહેતી માનવામાં આવે છે. ખાસ કરીને ધન, પદ-પ્રતિષ્ઠા અને જીવનમાં સ્થિરતા ઈચ્છનાર લોકો માટે આ સમય અત્યંત શુભ સંકેત આપી રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે.
ધન રાશિ
ધનુ રાશિના જાતકો માટે આ શનિ યોગ ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ અને અટકાટો હવે ધીમે ધીમે દૂર થવા લાગશે. કરિયરમાં સ્થિરતા આવશે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે, જે ભવિષ્યમાં પ્રગતિનો માર્ગ ખુલ્લો કરશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને બચત વધશે. રોકાણમાંથી પણ લાભ મળવાના યોગ છે.
મીન રાશિ
મીન રાશિના આ રાશિ પર શનિ યોગનો સૌથી વધુ સકારાત્મક પ્રભાવ પડશે. નોકરીયાત લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારાની શુભ ખબર મળી શકે છે. વેપારીઓ માટે નફાના નવા રસ્તા ખુલશે. સમાજમાં માન-સન્માન વધશે અને નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે પણ આ શનિ યોગ શુભ ફળ આપનાર છે. શનિના પ્રભાવથી આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામ પૂર્ણ થશે. આર્થિક લાભના યોગ બનશે અને આવકના નવા સ્ત્રોત સામે આવી શકે છે. પારિવારિક જીવનમાં સંતુલન રહેશે અને ભવિષ્ય સંબંધિત યોજનાઓ સફળ થશે.
સમગ્ર રીતે જોવામાં આવે તો, 30 વર્ષ બાદ બનતો આ શનિ યોગ અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે. જો તમારી રાશિ પણ આમાંથી કોઈ એક છે, તો આ સમય મહેનત અને ધીરજ સાથે આગળ વધવાનો છે, કારણ કે શનિદેવ કર્મ અનુસાર જ શુભ ફળ આપે છે.
આ પણ વાંચો: Surya Nakshatra parivartan: સૂર્ય કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિ થશે માલામાલ!
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)