વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મનું ફળ આપનારા શનિદેવ નક્ષત્ર પદ પરિવર્તન કરવાના છે. જેની અસર કેટલીક રાશિના જાતકોને તો થાય જ છે પરંતુ દેશ દુનિયા પર પણ તેની અસર જોવા મળે છે. હાલ શનિદેવ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં વિરાજમાન છે અને ઓક્ટોબરમાં તેઓ આ નક્ષત્રમાં જ રહેવાના છે.
શનિ કરશે નક્ષત્ર પરિવર્તન ?
મહત્વનું છે કે શનિ એક રાશિમાં લગભગલ 1 વર્ષ રહે છે. હાલની વાત કરીએ તો, શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે અને તેઓ હવે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પહેલા પદમાં પ્રવેશ કરશે. એવામાં કેટલીક રાશિના જાતકોને તેનો લાભ મળશે. આવો જાણીએ તે નસીબદાર રાશિ વિશે.
વૈદિક પંચાગ અનુસાર ન્યાયના દેવતા શનિદેવ 18 ઓગષ્ટ 2025ના રોજ બપોરે 13.09 કલાકે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પહેલા પદમાં પ્રવેશ કરશે.
મેષ રાશિ
આ રાશિમાં શનિની સાડે સતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ શનિ વક્રી થવાને કારણે તેની આડઅસર થોડી ઓછી થઈ છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. તમે નવા લોકો સાથે સંપર્કમાં આવી શકો છો. તમને વ્યવસાય તેમજ નોકરીમાં ઘણો લાભ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધી શકે છે. તમે તમારી છાપ બનાવવામાં સફળ થઈ શકો છો. ઘણી યાત્રાઓની પણ શક્યતા છે.
વૃષભ રાશિ
આ રાશિના લોકોને વ્યવસાય અને કારકિર્દીના ક્ષેત્રમાં ઘણા ફાયદા મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તમારી કાર્યશૈલીની પ્રશંસા કરી શકે છે. તમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારા કામમાં કોઈ પ્રકારની અવરોધ આવી શકે છે. તમારી મહેનત બિલકુલ ઓછી ન કરો. શનિ સખત મહેનત કરનારાઓ પર પોતાનો આશીર્વાદ રાખે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણો ફાયદો થઈ શકે છે. તમને તમારા કરિયરમાં નવી દિશા મળી શકે છે. કાર્યસ્થળમાં તમને નવી તકો મળી શકે છે. તમને પ્રગતિની સાથે પ્રમોશન પણ મળી રહ્યું છે. આ સાથે જીવનસાથી સાથે તમારા સંબંધો સારા બની શકે છે. સંબંધોમાં લાંબા સમયથી ચાલી આવતી ખટાશ દૂર થઈ શકે છે. પરિવાર સાથે તમારો સમય સારો રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )
