વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મનું ફળ આપનારા દેવ કહેવામાં આવે છે. તેઓ ન્યાયપ્રિય દેવતા છે. તેઓ રાજાની રંક અને રંકને પણ રાજા બનાવી શકે છે. જે રાશિના જાતકોનો શનિ પ્રબળ હોય તેમને તો ચાંદી જ ચાંદી જ હોય. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિએ ફરતો ગ્રહ છે. અઢી વર્ષમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. ત્યારે હવે 2026ની વાત કરીએ તો નવા વર્ષમાં શનિ કેવી ગતિમાં હશે અને કઇ રાશિને શુભ પરિણામ આપશે તે વિશે જાણીએ.

શનિ ચાંદીના પાયે 

હાલમાં શનિ મીન રાશિમાં સીધી ગતિમાં છે અને 2027 સુધી ત્યાં રહેશે. જ્યારે પણ નવું વર્ષ શરૂ થવાનું હોય છે, ત્યારે શનિ વિવિધ રીતે તેની ગતિ બદલે છે. જ્યારે પણ શનિ ગોચર કરે છે ત્યારે તે ચાંદી, લોખંડ અથવા તાંબાના પાયે બીજી રાશિમાં જાય છે. આ પાયાના આધારે શનિદેવ વ્યક્તિને શુભ અને અશુભ પરિણામો આપે છે. નવું વર્ષ શરૂ થતાં જ શનિ ચાંદીના પાયે રહેશે. જે કેટલીક રાશી માટે ભાગ્યશાળી ગણાશે. ત્યારે આવો જાણીએ કઇ છે તે રાશી.

કર્ક

2026માં શનિ ચાંદીના પાયે રહેશે જે કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ શુભ દિવસ લાવશે. શનિની આ સ્થિતિ અચાનક થયેલા નુકસાન સામે રક્ષણ આપશે. આ સમય કામમાં એકાગ્રતા વધારશે. જો નોકરીમાં ફેરફાર થાય તો સમજદારીપૂર્વક નિર્ણય લો. શેરબજાર અથવા જોખમી રોકાણોમાં સાવધાની રાખવી જોઈએ. આ સમય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. નાણાકીય પ્રયાસોમાં લાભ જીવનમાં સકારાત્મકતા વધારશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે 2026 માં શનિની ચાંદીના પાયે તમારા ભાગ્યને મજબૂત બનાવશે. તેમની કારકિર્દીમાં અવરોધો દૂર થશે. સખત મહેનત નોંધપાત્ર ફળ આપશે. સરકારી નોકરી, કાનૂની બાબતો અથવા વહીવટી કાર્યમાં રહેલા લોકોને ખાસ લાભ મળી શકે છે. સામાજિક માન-સન્માન વધશે. કામમાં તમારા શબ્દોનું મૂલ્ય રહેશે. પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે.

કુંભ

કુંભ રાશિ પર પણ શનિની ઊંડી અસર પડશે કારણ કે આ રાશિ હાલમાં સાડાસાતીના છેલ્લા તબક્કામાંથી પસાર થઈ રહી છે. 2026 માં ચાંદીના પાયે શનિ હોવાથી કુંભ રાશિના જાતકોને નિર્ણય લેવામાં સ્પષ્ટતા મળશે. લાંબા સમયથી અટકેલા કામમાં તેજી આવી શકે છે. નોકરીયાત વ્યક્તિઓને ઉપરી અધિકારીઓ તરફથી ટેકો મળશે. બિનજરૂરી નાણાકીય ખર્ચ ઓછો થશે. બચત વધશે. કૌટુંબિક સંબંધોમાં ગેરસમજ ધીમે ધીમે દૂર થશે.



(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )


આ પણ વાંચો- Gold Rate Today: સોના ચાંદીના ભાવમાં થયો કેટલો ઘટાડો? જાણો 17 ડિસેમ્બરે શું છે લેટેસ્ટ રેટ