જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, શનિદેવ વ્યક્તિને તેનાં કર્મો પ્રમાણે ફળ આપે છે. તેથી શનિની ચાલમાં થતો કોઈપણ ફેરફાર તમામ 12 રાશિના જાતકોના જીવન પર અસર કરી શકે છે. વર્ષ 2026ના અંતમાં શનિદેવ પોતાની વક્રી અવસ્થામાંથી બહાર આવીને માર્ગી થવા જઈ રહ્યા છે. શનિની આ સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ખાસ શુભ માનવામાં આવી રહી છે.

જ્યોતિષીય ગણતરી અનુસાર, શનિદેવ માર્ગી થયા બાદ ત્રણ રાશિના જાતકોને કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનમાં સકારાત્મક પરિણામો મળી શકે છે. લાંબા સમયથી અટકેલાં કામોમાં ગતિ આવવાની અને મહેનતનું યોગ્ય પરિણામ મળવાની શક્યતા છે. ચાલો જાણીએ શનિદેવ ક્યારે માર્ગી થશે અને કઈ ત્રણ રાશિઓ માટે આ સમય લાભદાયી રહી શકે છે.

ક્યારે માર્ગી થશે શનિદેવ?

પંચાંગ અનુસાર, શનિદેવ 11 ડિસેમ્બર 2026ના રોજ માર્ગી થશે. ત્યારબાદ તેઓ 9 ઓગસ્ટ 2027 સુધી સીધી ચાલમાં રહેશે. આ રીતે શનિદેવ લગભગ 241 દિવસ સુધી માર્ગી અવસ્થામાં ગોચર કરશે.

જ્યોતિષીય માન્યતા અનુસાર, શનિદેવ લગભગ 138 દિવસ સુધી વક્રી રહ્યા બાદ પોતાની ચાલ બદલશે. શનિની વક્રી અવસ્થાને સામાન્ય રીતે કામકાજમાં વિલંબ, વધતી જવાબદારીઓ અને જૂનાં અધૂરાં કામોની સમીક્ષા સાથે જોડવામાં આવે છે. જ્યારે શનિ માર્ગી થાય છે ત્યારે અટકેલાં કામોમાં ઝડપ આવવાની અને લાંબા સમયની મહેનતનું ફળ મળવાની શક્યતા માનવામાં આવે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિદેવની સીધી ચાલ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કરિયર અને આર્થિક બાબતોમાં સારા પરિણામો મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે અથવા પ્રમોશનના યોગ બની શકે છે.

વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને કોઈ મોટી ડીલ મળવાની સંભાવના છે. વેપારમાં નવી તકો ઊભી થઈ શકે છે, જેના કારણે આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે અચાનક ધનલાભના યોગ પણ બની શકે છે. મિત્રો અને નજીકના લોકો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. પારિવારિક જીવનમાં પણ આનંદનું વાતાવરણ રહી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે શનિદેવનું માર્ગી થવું સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. લાંબા સમયથી ઘર-પરિવારને લગતી જે સમસ્યાઓ ચાલી રહી છે તેમાં ધીમે ધીમે રાહત મળવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે.

કલા, સર્જનાત્મકતા અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે અને તમારી પ્રતિભા દર્શાવવાની તક મળશે. આ ઉપરાંત ખર્ચ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી શકે છે. યોગ્ય આર્થિક આયોજનથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિદેવની માર્ગી ચાલ ભાગ્યનો સાથ અપાવનારી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલાં કામો પૂર્ણ થવાની શક્યતા છે. કોઈ જૂની યોજના ફરી શરૂ કરી શકો છો અને તેમાં સફળતા મેળવવાના પ્રયાસો કરી શકો છો.

વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહી શકે છે. અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સકારાત્મક પરિણામો મળવાની આશા છે. આ દરમિયાન પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. આર્થિક બાબતોમાં સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. રોકાણ અને પૈસા સંબંધિત નિર્ણયો લેતી વખતે સમજદારી રાખવી તમારા માટે ફાયદાકારક રહેશે.

આ પણ વાંચો: Gajakesari Yog 2026: ચંદ્ર અને ગુરુની યુતિથી બનશે ગજકેસરી યોગ, આ રાશિઓની કિસ્મત પલટાશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)