વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026 માં ઘણા ગ્રહો રાશિ અને નક્ષત્રોમાં ફેરફાર કરશે. જેમાં શનિદેવનો પણ સમાવેશ થાય છે. કર્મ અનુસાર ફળ આપનારા શનિદેવ 2026ની શરૂઆતના મહિનામાં જ નક્ષત્ર ગોચર કરશે જેનાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે.

શનિદેવ ક્યારે કરશે નક્ષત્ર ગોચર ?

શનિદેવ સૌપ્રથમ 20 જાન્યુઆરીએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં, ત્યારબાદ 17 મેના રોજ રેવતી નક્ષત્રમાં અને છેલ્લે 9 ઓક્ટોબરે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. શનિનું આ ગોચર મીન રાશિમાં રહેશે જે કેટલીક રાશિઓને સારા નસીબ લાવી શકે છે. આ રાશિઓ તણાવમુક્ત રહીને તેમના કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિનો અનુભવ કરી શકે છે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...

મકર રાશિ

  • શનિદેવનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • શનિદેવ તમારી રાશિમાંથી ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા હોવાથી આ સમય દરમિયાન તમારી હિંમત અને પરાક્રમમાં વધારો થશે.
  • તમને નોકરીમાં પ્રગતિ મળશે, અને પ્રમોશનની શક્યતાઓ રહેશે.
  • વ્યવસાયમાં સારી કમાણી શક્ય છે.
  • આ સમય દરમિયાન તમે વાહન અથવા મિલકત પણ મેળવી શકો છો.
  • તમારા વ્યવસાયમાં કેટલાક નિર્ણયો અનુકૂળ હોઈ શકે છે જે પ્રગતિના નવા રસ્તાઓ ખોલશે.
  • તમારા બેંક બેલેન્સમાં વધારો થઇ શકે છે.
  • આ સમય દરમિયાન તમને તમારા ભાઈ-બહેનોનો પણ સહયોગ મળશે.

કર્ક રાશિ

  • શનિનું ગોચર કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે.
  • શનિ તમારી રાશિમાંથી ભાગ્યના ભાવમાં ગોચર કરી રહ્યો છે.
  • આ સમયે તમને નસીબનો સાથ મળશે.
  • તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રવર્તશે.
  • તમે તમારા સુખ-સુવિધાઓ વધારવા માટે કેટલાક પૈસા પણ ખર્ચ કરી શકો છો.
  • આ સમય દરમિયાન તમે દેશ અને વિદેશમાં પણ મુસાફરી કરશો.
  • તમે ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો.
  • તમારી નાણાકીય સ્થિતિ આખા વર્ષ દરમિયાન સામાન્ય રહેશે.

મિથુન રાશિ

  • શનિના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • શનિ તમારી રાશિના કર્મ સ્થાનમાંથી ગોચર કરી રહ્યો છે.
  • તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિનો અનુભવ કરશો.
  • કેટલાક વ્યવસાયિક નિર્ણયો તમારા પક્ષમાં હોઈ શકે છે, જેનાથી પ્રગતિના નવા રસ્તા ખુલશે.
  • તમારા બેંક બેલેન્સમાં વધારો થઇ શકે છે.
  • પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.
  •  નોકરીમાં રહેલા વિદ્યાર્થીઓને પગારમાં વધારો અને પ્રમોશન મળી શકે છે.
  • તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે.
  • તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )


વધુ વાંચો- Cyclone Senyar: આવી રહ્યું છે ચક્રવાત સેન્યાર... આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર