માન્યતા છે કે વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનો પ્રભાવ શનિદેવ દ્વારા જીવનમાં જોવા મળે છે. વર્ષ 2026માં શનિ જયંતિ 16 મેના રોજ ઉજવાશે. આ વખતે શનિ જયંતિનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે એ જ દિવસે જ્યેષ્ઠ અમાસ અને વટ સાવિત્રી વ્રત(ઉત્તર ભારતમાં) નો શુભ સંયોગ પણ બની રહ્યો છે. ધાર્મિક દૃષ્ટિએ આ દિવસ પૂજા-પાઠ, દાન-પુણ્ય અને આત્મચિંતન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

જ્યેષ્ઠ મહિનાની અમાસના દિવસે સૂર્યપુત્ર શનિદેવનો જન્મ થયો હતો

પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યેષ્ઠ મહિનાની અમાસના દિવસે સૂર્યપુત્ર શનિદેવનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આ તિથિને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો શનિ મંદિરોમાં જઈ વિશેષ પૂજા-અર્ચના કરે છે, શનિદેવને સરસવનું તેલ અર્પણ કરે છે અને શનિ મંત્રોનો જાપ કરે છે. કહેવાય છે કે સચ્ચા મનથી કરેલી પૂજાથી શનિની સાડેસાતી, ઢૈયા અને અન્ય દોષોના અશુભ પ્રભાવ ઓછા થઈ શકે છે. સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે.

શનિ જયંતિના દિવસે કેટલાક કાર્યો કરવાથી બચવું જોઈએ

શનિ જયંતિના દિવસે કેટલાક કાર્યો કરવાથી બચવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ગરીબ, વૃદ્ધ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન કરવું નહીં. એવું કરવાથી શનિદેવ નારાજ થઈ શકે છે. ઉપરાંત ખોટું બોલવું, ગુસ્સો કરવો, ઝઘડો કરવો અને કોઈનું દિલ દુભાવવું પણ ટાળવું જોઈએ. આ દિવસે માંસાહાર, દારૂ અને તામસિક ભોજનનું સેવન અશુભ માનવામાં આવે છે.

આ વસ્તુઓનું દાન કરવુ

શનિ જયંતિ પર લોખંડની વસ્તુઓ, કાળા કપડાં, કાળા તલ, અડદની દાળ અને સરસવના તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

આ પણ વાંચો: Harshan Yog 2026: દરદરની ઠોકર ખાધા બાદ હવે ચમકશે આ રાશિની કિસ્મત, અત્યંત શુભ યોગની રચના

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)