જ્યોતિષ મુજબ, શનિ જયંતિના દિવસે ગ્રહોની સ્થિતિ એવી રહેશે કે તેનો અસર કેટલીક રાશિઓ પર વધુ જોવા મળશે. હાલ મીન, કુંભ અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે, જ્યારે સિંહ અને ધનુ રાશિ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. વર્ષ 2027માં શનિ રાશિ પરિવર્તન કરશે ત્યારે આ તમામ રાશિઓ પરનો પ્રભાવ પણ બદલાશે. પરંતુ ત્યાં સુધી, એટલે કે આગામી લગભગ એક વર્ષ સુધી, આ રાશિના લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર હાલમાં શનિની સાડાસાતીનું પહેલુ ચરણ ચાલી રહ્યુ છે. જેના કારણે જીવનમાં ઉતાર-ચઢાવ અનુભવાઈ શકે છે. ખાસ કરીને ખર્ચામાં વધારો થઈ શકે છે. અચાનક પૈસાની જરૂરિયાત વધી શકે છે. ભારે મહેનત છતાં અપેક્ષા મુજબ પરિણામ મોડું મળી શકે છે, જેના કારણે મન ઉદાસ રહી શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અને કામનું દબાણ પણ અનુભવાઈ શકે છે. તેથી ઉતાવળ ટાળી ધીરજ રાખવી જરૂરી છે.
શું કરવું?
દર મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરો.
જરૂરિયાતમંદ લોકોને કાળા કપડાં અને ચંપલનું દાન કરો.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે હાલમાં શનિની સાડાસાતીનું બીજુ ચરણ ચાલી રહ્યુ છે, જેને સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. આ સમયમાં જીવનની ગતિ ધીમી લાગી શકે છે અને મહેનતનું ફળ મોડું મળી શકે છે. પરિવાર અને જીવનસાથી સાથે નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે, તેથી સંબંધોમાં શાંતિ અને સંયમ રાખવો જરૂરી છે.
શું કરવું?
શનિવારે કાળા શ્વાનને સરસવના તેલ લગાવી રોટલી ખવડાવો.
શનિવારે સરસવના તેલથી ભરેલા વાસણમાં પોતાનો ચહેરો જોઈ છાયા દાન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર હાલમાં શનિની સાડાસાતીનુ છેલ્લુ ચરણ ચાલી રહ્યુ છે. હવે ધીમે-ધીમે પરિસ્થિતિમાં સુધારાના સંકેત મળશે, પરંતુ હજુ પણ સાવચેતી રાખવી જરૂરી છે. મહેનતનું ફળ મળવાનું શરૂ થશે, પરંતુ સતત પ્રયત્ન કરવો પડશે. જવાબદારીઓ વધવાથી માનસિક દબાણ અનુભવાઈ શકે છે.
શું કરવું?
શનિવારે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો.
ગરીબોને કાળા તલ, ઉડદ દાળ અથવા કાળા કપડાંનું દાન કરો.
શનિની ઢૈય્યા
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર હાલમાં શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. કામ બનતા બનતા અટકી શકે છે, જેના કારણે ચીડિયાપણું અને તણાવ વધી શકે છે. કારકિર્દીમાં વધારે મહેનત કરવી પડી શકે છે અને પરિણામ મોડું મળી શકે છે. પરિવારિક જીવનમાં પણ મતભેદ થઈ શકે છે.
શું કરવું?
શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
જરૂરિયાતમંદોને અડદ અને કાળા તલનું દાન કરો.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો પર હાલમાં શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. ઘણા કામોમાં મોડું થઈ શકે છે અને અવરોધો આવી શકે છે. કારકિર્દીમાં અપેક્ષા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. પૈસાના મામલામાં પણ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે બિનજરૂરી ખર્ચ વધી શકે છે.
શું કરવું?
શનિવારે શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો.
ગરીબોને કાળા કપડાં અથવા અડદ દાળનું દાન કરો.
આ પણ વાંચો: Lucky Mobile Number: શું તમારો મોબાઇલ નંબર તમારા માટે છે લકી? જાણીલો તમારા મૂળાંકથી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)