આ ઉપરાંત, શનિ જયંતિના દિવસે ચંદ્ર ગોચર, અમાસ તિથિ, શોભન યોગ અને ભરણી નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે. આ દુર્લભ સંયોગ આશરે 15 વર્ષ બાદ બની રહ્યો છે. પંચાંગ મુજબ આખો દિવસ અમાસ તિથિનો પ્રભાવ રહેશે. સાંજના સમયે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે અને રાત્રે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ મહત્વનો માનવામાં આવે છે.


માન્યતાઓ અનુસાર, આ ખાસ સંયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ 4 રાશિઓ માટે આ સમય રાહત અને સારા બદલાવ લઈને આવી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે શનિ જયંતિનો સમય ખૂબ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જો આર્થિક સમસ્યાઓ ચાલી રહી હતી તો હવે તેમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે. બચત વધારવાની તક મળશે. કામકાજમાં પણ પરિસ્થિતિ પહેલા કરતાં સારી બની શકે છે. બિઝનેસ કરતા લોકોને નવા સંપર્કોથી લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને મહેનતનું સારો પરિણામ મળવાની આશા છે. પરિવારનું વાતાવરણ પણ શાંત અને સુખદ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ સમય કરિયરમાં પ્રગતિ લાવનાર સાબિત થઈ શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને મોટા અધિકારીઓ તમારાથી ખુશ રહી શકે છે. નવી જવાબદારી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા નવી નોકરી શોધી રહ્યા છે, તેમને સારા અવસર મળી શકે છે. વેપારીઓ માટે પણ સમય અનુકૂળ રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે મજબૂતી આવશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે આ સમય રાહત આપનાર માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલા કામોમાં હવે ઝડપ આવી શકે છે. ખાસ કરીને જમીન, મકાન અથવા કોર્ટ-કચેરી સંબંધિત મામલાઓમાં સારા સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. લોકો તમારી વાતોને મહત્વ આપશે. નોકરી અને બિઝનેસ બંનેમાં પરિસ્થિતિ સુધરી શકે છે. પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. માનસિક તણાવ પણ ઓછો થઈ શકે છે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકોને આ સમય દરમિયાન ભાગ્યનો સારો સાથ મળી શકે છે. ઘણા કામો જે પહેલાં અટકી રહ્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થતાં નજર આવશે. અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. નોકરી અને વેપારમાં નવા અવસર મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં મન વધુ લાગશે. કોઈ શુભ યાત્રાનો પ્લાન પણ બની શકે છે, જે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમે પોતાને પહેલાં કરતાં વધુ સકારાત્મક અને ઊર્જાવાન અનુભવશો.

આ પણ વાંચો : Grah Gochar: 11 મેના ગ્રહોની મહા હલચલ, સૂર્ય, શુક્ર, ગુરૂ અને મંગળ આ રાશિને અપાવશે રિદ્ધિ-સિદ્ધિ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: