આ યોગ કોઈ માટે નકારાત્મક તો કોઈ માટે સકારાત્મક સાબિત થાય છે. એપ્રિલની શરૂઆતમાં ન્યાયના ગ્રહ શનિ અને સાહસ-પરાક્રમના કારક મંગળનો ખાસ સંયોગ બનવાનો છે.
આ રીતે બની રહ્યો છે ત્રિગ્રહી યોગ
2 એપ્રિલે મીન રાશીમાં શનિ અને મંગળની યુતિ બનશે. પંચાંગ મુજબ આ દિવસે ગ્રહોના સેના પ્રમુખ મંગળ મીન રાશીમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ કર્મફળદાતા શનિ સ્થિત છે. તેથી શનિ અને મંગળનો વિશેષ સંયોગ બનશે.
આ યોગ ઘણા રાશિના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે, ખાસ કરીને કુંભ, મકર અને ધન રાશિના જાતકો માટે આ સમય આર્થિક પ્રગતિ, કરિયર ગ્રોથ અને નવા અવસરોનો સંકેત આપે છે. શનિને કર્મ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે, જ્યારે મંગળ ઊર્જા, સાહસ અને જમીનનો કારક છે. આ બંને ગ્રહોના મિલનથી જીવનમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે.
મંગળ અને શનિની યુતિનું જ્યોતિષીય મહત્વ
મંગળ અને શનિની યુતિને જ્યોતિષમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. મંગળ ઊર્જા, ક્રિયા અને જુસ્સાનો પ્રતિક છે, જ્યારે શનિ ધૈર્ય, શિસ્ત અને કર્મનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ બંને ગ્રહો સાથે આવે છે, ત્યારે વ્યક્તિને મહેનતનું ફળ મળે છે, પરંતુ સફળતા માટે સંઘર્ષ પણ કરવો પડે છે.
આ યોગ વ્યક્તિને મજબૂત, નિર્ણયક્ષમ અને લક્ષ્ય પર કેન્દ્રિત બનાવે છે. જોકે કેટલાક કેસોમાં તણાવ અથવા ઉતાવળ પણ આવી શકે છે, તેથી સંતુલન રાખવું જરૂરી છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો.
શનિ અને મંગળનું જ્યોતિષીય મહત્વ
શનિ દેવને ન્યાયાધીશ ગ્રહ કહેવાય છે, જે વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે. તે શિસ્ત, ધૈર્ય, મહેનત અને જવાબદારીનું પ્રતિક છે. શનિની કૃપાથી વ્યક્તિને જીવનમાં સ્થિરતા અને સફળતા મળે છે.
મંગળ દેવને સાહસ, શક્તિ, જમીન, ભાઈ અને યુદ્ધનો કારક માનવામાં આવે છે. તે ઊર્જા અને નિર્ણય કરવાની શક્તિ આપે છે. મંગળ મજબૂત હોય તો વ્યક્તિ નિર્ભય, ઊર્જાવાન અને નેતૃત્વક્ષમ બને છે.
આ પણ વાંચો: Grah Gochar: 15 માર્ચના એક સાથે 3 ગ્રહોનું રાશિ અને નક્ષત્ર પરિવર્તન, વિશેષ સંયોગથી બમ્પર લાભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)