વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપનારા ગ્રહ તરીકે શનિનું વિશેષ મહત્વ છે. જ્યારે શનિદેવ વક્રી એટલે કે ઉલ્ટી ચાલમાં હોય છે, ત્યારે જ્યોતિષીય માન્યતા અનુસાર જીવનમાં અનેક પ્રકારના વિલંબ, મુશ્કેલીઓ અને અવરોધો આવી શકે છે. પરંતુ જ્યારે શનિ પોતાની વક્રી સ્થિતિમાંથી બહાર આવીને સીધી ચાલ શરૂ કરે છે, ત્યારે તેને શનિ માર્ગી થવું કહેવામાં આવે છે.

વર્ષ 2026માં 11 ડિસેમ્બરે શનિદેવ માર્ગી થશે. શનિની સીધી ચાલ શરૂ થતાં કેટલીક રાશિના જાતકોને અટકેલા કામમાં ગતિ મળી શકે છે. કરિયર, વેપાર, આર્થિક સ્થિતિ અને કાયદાકીય બાબતોમાં પણ સકારાત્મક પરિણામ મળવાની જ્યોતિષીય માન્યતા છે. ચાલો જાણીએ કે શનિના માર્ગી થવાથી કઈ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે.

શું હોય છે શનિનું માર્ગી થવું?

જ્યારે કોઈ ગ્રહ પોતાની વક્રી સ્થિતિ પૂર્ણ કરીને સામાન્ય સીધી ગતિમાં આગળ વધતો દેખાય છે, ત્યારે તેને માર્ગી કહેવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર વક્રી સ્થિતિ દરમિયાન કામમાં વિલંબ, સંઘર્ષ, માનસિક દબાણ અને મૂંઝવણ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

બીજી તરફ, ગ્રહ માર્ગી થયા બાદ તેની અસર વધુ અનુકૂળ બની શકે છે. શનિના માર્ગી થવાથી લાંબા સમયથી ચાલી રહેલા કામમાં ગતિ આવી શકે છે. કરિયરમાં અટકાવ દૂર થવાની સાથે મહેનતનું યોગ્ય પરિણામ મળવાની સંભાવના રહે છે. આ ઉપરાંત લાંબા સમયથી અટવાયેલા આર્થિક અથવા કાયદાકીય મામલાઓમાં પણ રાહત મળી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું શુભ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળવાની શક્યતા છે. કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે. આ ઉપરાંત અગાઉ કરેલા રોકાણ અથવા સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાંથી મોટો લાભ મળવાની શક્યતા છે. લાંબા સમયથી અટકેલા આર્થિક કામ પણ આગળ વધી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. તેથી શનિની સીધી ચાલ તુલા રાશિના લોકો માટે ખાસ લાભદાયક રહેવાની જ્યોતિષીય માન્યતા છે. આ સમય દરમિયાન નવું વાહન અથવા જમીન-મકાન ખરીદવાના યોગ બની શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. પરિવારનું વાતાવરણ સુખદ રહેશે અને દાંપત્ય જીવનમાં મધુરતા વધવાની શક્યતા છે.

મકર રાશિ

મકર રાશિના સ્વામી સ્વયં શનિદેવ છે. તેથી શનિના માર્ગી થવાથી મકર રાશિના જાતકોના જીવનમાં મહત્વપૂર્ણ સુધારો આવી શકે છે. નોકરી અને વેપારમાં ચાલી રહેલી અડચણો દૂર થવાની શક્યતા છે.

આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ અને દબાણ ઓછુ થઈ શકે છે. કરિયરમાં નવી જવાબદારીઓ અથવા પ્રગતિની તકો મળી શકે છે.

આ પણ વાંચો: Budh Gochar 2026: સ્વરાશિમાં બુધ રચશે ભદ્ર રાજયોગ, આ રાશિને મળશે અઢળક લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)