જેમ જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો સાથે જોડાયેલી રાશિઓ અને ભાવ હોય છે, તેવી જ રીતે હસ્તરેખા શાસ્ત્રમાં પર્વતો અને રેખાઓનું મહત્વ હોય છે. આજે અમે તમને હથેળીમાં આવેલી શનિ રેખા અને શનિ પર્વત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં શનિ રેખા હોવી 35 વર્ષની ઉંમર પછી સફળતા મળવાનો સંકેત માનવામાં આવે છે. ચાલો પહેલા જાણીએ કે આ રેખા હથેળીમાં ક્યાં હોય છે.
શનિ રેખા ક્યાં હોય છે?
હથેળીમાં મધ્યમા આંગળીના મૂળ ભાગને શનિ પર્વત કહેવામાં આવે છે અને એ જ સ્થાન પર શનિ રેખા હોય છે. કેટલાક લોકોની હથેળીમાં આ રેખા જોવા મળતી નથી, જ્યારે કેટલાક લોકોના હાથમાં આ રેખા સ્પષ્ટ રીતે જોવા મળે છે.
શનિ રેખા શું સંકેત આપે છે?
જેમની હથેળીમાં શનિ રેખા હોય છે તેઓ મહેનતુ સ્વભાવના માનવામાં આવે છે.
આવા લોકોને જીવનમાં સુખ મળે છે, પરંતુ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.
જો શનિ રેખા સ્પષ્ટ હોય અને કોઈ બીજી રેખા તેને કાપતી ન હોય તો વ્યક્તિને કારકિર્દીમાં ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે.
આવા લોકો સરકારી ક્ષેત્રમાં પણ મોટી સફળતા મેળવી શકે છે.
35 વર્ષની ઉંમર પછી બદલાય છે ભાગ્ય
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથમાં શનિ રેખા હોવાનો અર્થ એ છે કે 35 વર્ષની ઉંમર પછી વ્યક્તિનું જીવન સુધરવા લાગે છે.
કારકિર્દી અને વેપારમાં સફળતા મળે છે.
પરિવારિક જીવન સુખમય બને છે.
જીવનમાં સ્થિરતા અને પ્રગતિ આવે છે.
પ્રેમ અને વૈવાહિક જીવન પર અસર
સ્પષ્ટ શનિ રેખા ધરાવતા લોકોને પ્રેમ અને લગ્નજીવનમાં ઓછા વિવાદોનો સામનો કરવો પડે છે. આવા લોકો સંબંધોમાં ઈમાનદાર અને જવાબદાર માનવામાં આવે છે.
શું કરવું જોઈએ?
હસ્તરેખા શાસ્ત્ર મુજબ જો હાથમાં શનિ રેખા હોય તો વ્યક્તિએ સારા આચરણનું પાલન કરવું જોઈએ.
માંસ અને મદિરાથી દૂર રહેવું જોઈએ.
પરોપકાર અને સારા કાર્ય કરવા જોઈએ.
આવું કરવાથી શનિ વધુ મજબૂત બને છે અને જીવનમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ આવે છે.
શનિ રેખા શું દર્શાવે છે?
હથેળીની શનિ રેખા એ પણ દર્શાવે છે કે ભલે 35 વર્ષની ઉંમર સુધી વ્યક્તિએ સખત મહેનત કરી હોય, પરંતુ ત્યારબાદ તેનું ભાગ્ય ચમકવા લાગે છે અને જીવનમાં સફળતા મળવા લાગે છે.
આ પણ વાંચો: Astrology: ભીડથી દૂર એકાંતમાં રહેવુ ગમે આ જાતકોને, સંન્યાસી જેવુ જીવન જીવે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)