શનિની સાડાસાતી લગભગ 7 વર્ષની હોય છે, જ્યારે ઢૈય્યા લગભગ અઢી વર્ષની અવધિ માટે રહે છે. આ સમય દરમિયાન શનિ ગ્રહ વ્યક્તિને તેના કરમ અનુસાર ફળ આપે છે. સારા કરમ કરતા લાભ મળે છે, જ્યારે અશુભ કરમ હોય તો મુશ્કેલીઓ, અવરોધો અને સંકટ ઉભા થઈ શકે છે.

સાડાસાતીની અસર

હાલ શનિ ગ્રહ મીન રાશિમાં ગતિ કરી રહ્યા છે અને તેઓ 2027 સુધી આ રાશિમાં રહેશે. આથી, ઘણા રાશિઓ માટે શનિની સાડાસાતી અને ઢૈય્યા પડકારરૂપ સાબિત થઈ શકે છે. આ દરમિયાન આર્થિક મુશ્કેલીઓ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને માનસિક તણાવના યોગ બની શકે છે.

મેષ રાશિ:

મેષ રાશિના જાતકો પર હાલની સાડાસાતી ખૂબ કષ્ટમય રહેશે. વેપારમાં ધીમી ગતિ, રોકાણમાં નુકસાન અને અચાનક નાણાકીય પડકારો થઈ શકે છે. આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

મીન રાશિ:

મીન રાશિમાં હાલમાંશનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન વ્યક્તિગત જીવન અને કરિયર સ્થિર રાખવું મુશ્કેલ હોઈ શકે છે.

કુંભ રાશિ:

કુંભ રાશિ પર સાડાસાતીનું ત્રીજુ અને અંતિમ ચરણ ચાલી રહ્યું છે. આ ચરણમાં જૂના સંકટો ઊભા થઈ શકે છે અને લાંબા સમય ચાલતા નિર્ણયો પર અસર પડી શકે છે. સાડાસાતી દરમિયાન સંયમ, ધૈર્ય અને સમજદારીપૂર્વક નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. કોઈ પણ જોખમી રોકાણ અથવા મોટા નિર્ણયો ટાળવા લાભકારી રહેશે.

ઢૈય્યાની અસર

ધન અને સિંહ રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે, જે 2027 સુધી રહેશે. ઢૈય્યાના પ્રભાવથી આરોગ્ય નબળું પડી શકે છે, દુર્ઘટના અથવા ઈજા થવાની શક્યતા છે. જીવનમાં અજાણતા તણાવ અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. એ માટે સંયમિત જીવનશૈલી, નિયમિત ખોરાક અને આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

આ કરીલો ઉપાય

શનિ દેવને ગમતી વસ્તુઓ અને દાન કરવી લાભકારી માનવામાં આવે છે. કાળાં તલ, કાળા કપડા, મેથી તેલ અથવા કાળા રંગનું અન્નદાન ખાસ કરીને શુક્રવારના દિવસે કરવું શુભ ગણાય છે. સંયમિત જીવન, નિયમિત પૂજા અને ધ્યાન માનસિક શાંતિ અને અવરોધોથી સુરક્ષા મેળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Gemstones: પોખરાજ ન ધારણ કરી શકો તો હાથ પર આ પહેરી લો, ગુરૂ બૃહસ્પતિની કૃપાથી ચમકશે ભાગ્ય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)