શનિ સાડાસાતીના પ્રથમ તબક્કાને ઉદય ચરણ, બીજા તબક્કાને શિખર ચરણ અને ત્રીજા તબક્કાને અસ્ત ચરણ કહેવામાં આવે છે. પરંતુ આ ત્રણેયમાં સૌથી વધુ પડકારજનક અને અસરકારક શિખર ચરણ માનવામાં આવે છે.
શનિ પોતાના ગોચર દરમિયાન જે રાશિમાં હોય છે, તે રાશિ પર સાડાસાતીનું શિખર ચરણ ચાલતું હોય છે. હાલમાં મીન રાશિ પર સાડાસાતીનું શિખર ચરણ ચાલી રહ્યું છે. આવો જાણીએ કે મીન રાશિ બાદ કઈ રાશિ પર આ તબક્કો શરૂ થવાનો છે.
2027 સુધી મીન રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવી પડશે
મીન રાશિના લોકો પર 3 જૂન 2027 સુધી શનિ સાડાસાતીનું શિખર ચરણ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ તબક્કો ખૂબ જ પ્રભાવશાળી અને કઠિન માનવામાં આવે છે.
આ સમય દરમિયાન માનસિક અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. નોકરી અને વ્યવસાયમાં અચાનક અવરોધો આવી શકે છે. બનતા કામોમાં વિલંબ અથવા નિષ્ફળતા આવી શકે છે. કાર્યસ્થળે રાજકારણ અને વિવાદોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે અને પરિવારિક જીવનમાં પણ મતભેદો તથા કલહનું વાતાવરણ સર્જાઈ શકે છે.
તેથી આ સમય દરમિયાન કોઈપણ નિર્ણય વિચારપૂર્વક લેવો અને કોઈપણ વ્યક્તિ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો.
2027માં મેષ રાશિ પર શરૂ થશે શનિ સાડેસાતીનું શિખર ચરણ
3 જૂન 2027થી મેષ રાશિ પર શનિ સાડેસાતીનું શિખર ચરણ શરૂ થશે. જેના કારણે મેષ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના સ્વામી મંગળ છે અને મંગળને શનિનો શત્રુ ગ્રહ માનવામાં આવે છે. તેથી મેષ રાશિના લોકો માટે શનિ સાડેસાતી વધુ પડકારજનક સાબિત થઈ શકે છે.
આ સમય દરમિયાન ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને દરેક કાર્યમાં સાવધાની રાખવી જરૂરી રહેશે.
ઉપાય
શનિના અશુભ પ્રભાવથી બચવા માટે દર શનિવારે શનિદેવના નામે દાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ શનિ મંદિરમાં જઈ શનિદેવની પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવવાથી પણ લાભ મળી શકે છે.
આ પણ વાંચો: Gajlakshmi Rajyog 2026: 8 જૂને કર્ક રાશિમાં થશે ગુરુ-શુક્રનું મહામિલન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)