ખરમાસ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવા મનાઈ હોય છે. ત્યારબાદ 21 એપ્રિલે મીન રાશિમાં શનિ ઉદય થશે. જ્યોતિષ મુજબ આ દુર્લભ સંયોગ ચાર રાશિના જાતકો માટે ખૂબ શુભ અને ફળદાયક સાબિત થઈ શકે છે. છેલ્લા થોડા સમયથી ચાલતી સમસ્યાઓ અને અવરોધો હવે દૂર થઈ શકે છે.

વૃષભ રાશિ

એપ્રિલ મહિનો વૃષભ રાશિના લોકો માટે નવી આશાઓ લઈને આવશે. ખરમાસ પૂર્ણ થતા અને શનિના ઉદય પછી જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. પ્રોપર્ટીમાં રોકાણથી ફાયદો થશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. પરિવારિક જીવનમાં મીઠાશ વધશે.

મિથુન રાશિ

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. રોકાણમાંથી લાભ મળશે. આરોગ્ય સારું રહેશે અને જીવનશૈલીમાં સુધારો આવશે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ શુભ છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો એપ્રિલમાં કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. સિનિયર્સ તમારા ક્રિએટિવ વિચારોને પસંદ કરશે. અચાનક ધનલાભ થઈ શકે છે. ખર્ચમાં ઘટાડો થવાથી બચત વધશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાણથી સારો લાભ મળશે. જૂના મિત્રો અને સંપર્કોથી ફાયદો મળશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. ભાઈ-બહેનનો સહયોગ મળશે અને મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. વાહન અથવા નવું ઘર ખરીદવાના યોગ બનશે. 

આ પણ વાંચો: Akshaya Yog: સૂર્ય અને ચંદ્રનો અક્ષય યોગ આ રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)