આવા અશુભ યોગોમાં શાપિત દોષ અથવા શ્રાપિત યોગનું વિશેષ સ્થાન છે. માન્યતા છે કે જો જન્મકુંડળીમાં આ દોષ હાજર હોય તો વ્યક્તિને જીવનના વિવિધ ક્ષેત્રોમાં વારંવાર અવરોધો, નિષ્ફળતા અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.


રાહુ અને શનિ એક જ ભાવમાં યૂતિ કરે 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે રાહુ અને શનિ એક જ ભાવમાં યૂતિ કરે છે ત્યારે શાપિત દોષનું નિર્માણ થાય છે. રાહુને માયા, ભ્રમ અને અચાનક ઘટનાઓનો કારક માનવામાં આવે છે, જ્યારે શનિ કર્મ, સંઘર્ષ અને ન્યાયના ગ્રહ તરીકે ઓળખાય છે. આ બંને ગ્રહોની યુતિ વ્યક્તિના જીવનમાં અસ્થિરતા અને ગૂંચવણ ઊભી કરી શકે છે.

પ્રથમ ભાવમાં હોય તો વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર અસર

શાપિત દોષનો પ્રભાવ કુંડળીના જે ભાવમાં બને છે તેના આધારે અલગ-અલગ જોવા મળે છે. જો આ યોગ પ્રથમ ભાવમાં હોય તો વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર અસર પડી શકે છે. બીજા ભાવમાં હોય તો ધન, બચત અને પારિવારિક સુખમાં અવરોધો આવી શકે છે. ત્રીજા ભાવમાં આત્મવિશ્વાસ અને સાહસમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે ચોથા ભાવમાં ઘર, વાહન અને સુખ-સુવિધાઓ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પાંચમા ભાવમાં આ દોષ શિક્ષણ, બુદ્ધિ અને સંતાન પર કરે અસર

પાંચમા ભાવમાં આ દોષ શિક્ષણ, બુદ્ધિ અને સંતાન સુખને અસર કરી શકે છે. છઠ્ઠા ભાવમાં શત્રુઓ અને કાનૂની વિવાદોનું જોખમ વધી શકે છે. સાતમા ભાવમાં લગ્નજીવન અને ભાગીદારીમાં મુશ્કેલીઓ આવી શકે છે. આઠમા ભાવમાં અચાનક ઘટનાઓ અને જીવનમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. નવમા ભાવમાં ભાગ્યનો સહયોગ ઓછો મળતો હોવાનું માનવામાં આવે છે, જ્યારે દસમા ભાવમાં કારકિર્દી અને વ્યવસાયમાં અવરોધો આવી શકે છે. અગિયારમા ભાવમાં લાભ અને આવકમાં વિલંબ થઈ શકે છે અને બારમા ભાવમાં અચાનક ખર્ચ તથા આર્થિક નુકસાનની સંભાવના રહે છે.

જ્યોતિષીય ઉપાયો 

શાપિત દોષના પ્રભાવને ઘટાડવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. દર શનિવારે શનિદેવની ઉપાસના કરવી, પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ ભગવાન હનુમાનની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ અને રાહુ સંબંધિત મંત્રોના જાપથી પણ લાભ મળી શકે છે. નિયમિત સારા કર્મો, સત્યનો માર્ગ અને વડીલોનો આદર કરવાથી પણ શનિ અને રાહુના અશુભ પ્રભાવમાં ઘટાડો થતો હોવાનું જ્યોતિષમાં માનવામાં આવે છે.

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર યોગ્ય ઉપાયો અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાથી શાપિત દોષના નકારાત્મક પ્રભાવોને ઘણાં અંશે ઓછા કરી શકાય છે.

આ પણ વાંચો: Solar Eclipse 2026: ક્યારે થશે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે કે નહી?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)




  • Follow us on: