શિવલિંગના ઘણા પ્રકાર છે, જેમાં મુખ્યત્વે સ્વયંભુ શિવલિંગ, દેવ શિવલિંગ, અસુર શિવલિંગ, અર્શ શિવલિંગ, પુરાણીક શિવલિંગ અને મનુષ્ય શિવલિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પારદ શિવલિંગ (પારાથી બનેલું), સ્ફટિક શિવલિંગ (સ્ફટિકથી બનેલું), અને નર્મદેશ્વર શિવલિંગ (નર્મદા નદીમાંથી મેળવેલા) શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે.

શિવલિંગના પ્રકાર

શિવનો અર્થ શુભ અને લિંગનો અર્થ જ્યોતિપિંડ છે.

શિવલિંગ 'બ્રહ્માંડ' અથવા ઇંડાના આકારનું પ્રતિનિધિત્વ કરે છે.

શિવલિંગ બે પ્રકારના હોય છે.

પહેલું ઉલ્કાપિંડ જેવું કાળું અંડાકાર છે. આ પ્રકારના શિવલિંગને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.

બીજું માનવસર્જિત પારદ શિવલિંગ છે. તેને પારદ શિવલિંગ કહેવામાં આવે છે.

શિવલિંગ બ્રહ્માંડ અને બ્રહ્માંડની સંપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રહ્માંડ પોતે અંડાકાર છે જે અંડાકાર આકારના શિવલિંગ જેવું દેખાય છે.

પારદ વિજ્ઞાન પ્રાચીન વૈદિક વિજ્ઞાન છે. આ સિવાય પુરાણોમાં 6 પ્રકારના શિવલિંગનું વર્ણન છે

દેવ લિંગ

જે શિવલિંગની દેવતાઓએ સ્થાપના કરી તે દેવ લિંગ કહેવાયુ

સ્વયંભૂ લિંગ

ભગવાન જે જગ્યાએ સ્વયં લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે શિવલિંગ સ્વયંભૂ લિંગ કહેવાયુ

અસુર લિંગ

અસુરો દ્વારા જે શિવલિંગની પૂજા કરવામાં આવતી તે અસુર લિંગ કહેવાયુ. રાવણ શિવજીનો પરમ ભક્ત હતો તેણે આ રીતે શિવજીના લિંગની સ્થાપના કરી હતી

અર્શ લિંગ

પહેલાના સમયમાં જે શિવલિંગની ઋષિમુની દ્વારા પૂજા થતી તે અર્શ લિંગ કહેવાયુ

પુરાણ લિંગ

પૌરાણિક યુગમાં વ્યક્તિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવતા શિવલિંગને પુરાણ લિંગ કહેવાયા

માનવ શિવલિંગ

માનવ નિર્મિત ભગવાન શિવના પ્રતીક શિવલિંગને માનવ શિવલિંગ કહેવામાં આવ્યુ

સ્ફટિક શિવલિંગ:

સ્ફટિકથી બનેલું શિવલિંગ.

નર્મદા નદીમાંથી મેળવેલું સ્વયંભૂ શિવલિંગ.

કેટલાક શિવલિંગ દહીં, ગોળ, આમળા, મોતી, કપૂર, પીપળાના લાકડા, ચાંદી કે સોનામાંથી પણ બનાવવામાં આવે છે, અને દરેકનું પોતાનું મહત્વ હોય છે.

કેટલાક લોકો માટી, રાખ, જવ-ભાત અથવા ફૂલોમાંથી પણ શિવલિંગ બનાવીને તેમની પૂજા કરે છે.

એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે દરેક પ્રકારના શિવલિંગનું પોતાનું મહત્વ હોય છે અને લોકો તેમની શ્રદ્ધા અને માન્યતાઓ અનુસાર તેમની પૂજા કરે છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)