આજે વૈભવ આપનાર ગ્રહોના પાવરફૂલ દેવતા શુક્રે મિથુન રાશિમાં રહીને આદ્રા નક્ષત્રમાં ગોચર કર્યુ છે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ખુબજ ફાયદાકારક રહેશે. શુક્ર હવે 12 ઓગસ્ટ સુધી આદ્રા નક્ષત્રમાં રહેશે. અનેક જાતકોને મુશ્કેલીથી છુટકારો મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. શુક્ર દેવ વૈભવના દાતા છે એ જીવનની ભૌતીક સુવિધાઓમાં વધારો કરે છે.
રાહુના નક્ષત્રમાં શુક્રનુ ગોચર કેવી અસર કરશે?
સિંહ રાશિ
શુક્રના ગોચરથી સિંહ રાશિને ફાયદો થશે, તમારી સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. અટવાયેલા નાણા પરત મળશે. જીવનમાં સુખ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. સમાજમાં નામ રોશન થશે. અટકેલા કામ થવા લાગતા રાહત રહેશે. પ્રગત્તિના દ્વાર ખુલશે.
વૃશ્ચિક રાશિ
સિંહ સિવાય વૃશ્ચિક રાશિને ફાયદો થશે. શુક્રદેવની કૃપાથી જીવનમાં ખુશી આવશે. રાહત મળશે. ગુપ્ત ધનની પ્રાપ્તિ થશે. અચાનક ધનની પ્રાપ્તિ થશે. વિવાહિત જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વિવાહિત જીવનમાં ખુશી રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે.
કુંભ રાશિ
સિંહ રાશિ, વૃશ્ચિક રાશિની સાથે સાથે કુંભ રાશિને પણ જોરદાર ફાયદો થશે. રચનાત્મક કાર્ય કરી શકશો. બાળકો તરફથી સારા સમાચાર મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આવક વધતા રાહત અનુભવી શકશો. કિસ્મતનો સાથ મળશે. સફળતા તમારા કદમ ચુમશે. જીવનમાં પ્રગત્તિ થતા સંતોષ રહેશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)