ગુરુ અને શુક્રને વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શક્તિશાળી ગ્રહો માનવામાં આવે છે. જે લગભગ 26 દિવસોમાં રાશિ પરિવર્તન કરી લે છે. એવામાં કોઇને કોઇ ગ્રહ સાથે યુતિ અથવા તો પોતાની દ્રષ્ટિ પાડે છે. જેને લઇને કોઇ શુભ યોગનું નિર્માણ થાય છે. અત્યારે શુક્ર બુધની રાશિ મિથુનમાં બિરાજમાન છે. જ્યાં પહેલેથી ગુરુ છે જ. એવામાં બંને ગ્રહોની યુતિથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે 1 ઑગષ્ટથી શુક્ર પણ શુભ યોગનું નિર્માણ કરવાના છે જેનાથી 3 રાશિઓને બમ્પર લાભ મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ છે તે 3 લકી રાશિ..
1 ઑગષ્ટે શુક્ર4 વાગેને 30 મિનિટ પર શુક્ર- અરુણ એટલે કે યુરેનસ બંને ગ્રહો એક બીજાથી 30 ડિગ્રી પર હશે. જેનાથી દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ સમયે મિથુન રાશિ અને અરુણ આ સમયે વૃષભ રાશિમાં બિરાજમાન છે. મહત્વનું છે કે અરુણ (યુરેનસ) એક રાશિમાં લગભગ 7 વર્ષ રહે છે. એવામાં એક રાશિમાં બે વખત આવવાથી લગભગ 84 વર્ષનો સમય લાગે છે.
મિથુન રાશિ
આ રાશિના લગ્નના ભાવમાં શુક્ર અને બારમા ભાવમાં અરુણ બિરાજમાન છે. એવામાં આ રાશિના જાતકોની રચનાત્મકતામાં તેજીથી વધારો થઇ શકે છે. તમારા કરિયર પર ખૂબ સારી અસર પડી શકે છે. નોકરી કરતા લોકોને બોનસ, મૂલ્યાંકન વગેરે મળી શકે છે. પગારમાં વધારો થવાની શક્યતા પણ છે. આ સાથે નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. લગ્નજીવન સારું રહેશે. જીવનસાથી સાથે ચાલી રહેલા અણબનાવનો અંત આવી શકે છે. તમને ભૌતિક સુખ મળી શકે છે.
તુલા રાશિ
શુક્ર-અરુણનો દ્વિધા યોગ આ રાશિના જાતકો માટે ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક અસર કરી શકે છે. શુક્ર આ રાશિના નવમા ઘરમાં સ્થિત છે. આ રાશિના લોકોને ભાગ્યનો પુરેપુરો સાથ મળી શકે છે. તમે ધાર્મિક બાબતોમાં ભાગ લઈ શકો છો. સમાજમાં માન-સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. તમારે કામના સંબંધમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તમને આનો ઘણો લાભ મળી શકે છે.
કુંભ રાશિ
શુક્ર-અરુણનો દ્વિધા યોગ આ રાશિના લોકો માટે ઘણા ક્ષેત્રોમાં સફળતા લાવી શકે છે. આ રાશિના લોકોની ઘણી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. લગ્નજીવનમાં સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. જીવનસાથી સાથે તમારા સંબંધો વધારે સ્ટ્રોંગ બની શકે છે. તમને કોર્ટ કેસોમાં પણ સફળતા મળી શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છો તો તમને ઘણો નફો મળી શકે છે. આવકમાં પણ સારો વધારો થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પરીક્ષામાં સફળતા મળી શકે છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )