ધનનો દાતા શુક્ર ગ્રહ 20 જુલાઈ, 2025, રવિવારના રોજ વૈદિક કેલેન્ડર મુજબ પોતાનું નક્ષત્ર બદલશે. વૈભવ કારક ગ્રહ શુક્ર 20 જુલાઈના રોજ બપોરે 12:55 વાગ્યે મૃગશિર્ષ નક્ષત્રમાં ગોચર કરશે. મૃગશિર્ષ નક્ષત્રને મૃગશિરા નક્ષત્ર પણ કહેવામાં આવે છે જેનો સ્વામી મંગળ છે, અને જ્યારે શુક્ર આ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે ભૌતિક સુખ, લગ્ન જીવન, સુંદરતા અને ઐશ્વર્ય સંબંધિત ઘણા શુભ સંકેતો દેખાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલી લાવી શકે છે.

મિથુન રાશિ

શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ રાશિને બમ્પર લાભ કરાવશે. વેપારીઓએ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ નહીંતર તમને નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બિનજરૂરી ખર્ચ ટાળો.

તુલા રાશિ

શુક્રના નક્ષત્રનું પરિવર્તન તુલા રાશિના લોકો માટે અશુભ સાબિત થશે. આ સમય દરમિયાન, કામમાં અવરોધો આવી શકે છે. દલીલોથી દૂર રહો. તમારે નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે. સંબંધોમાં તકરાર વધશે. ગુસ્સાથી વાત કરવાથી વાત વણસશે. સુખનુ સરનામુ નહી મળે.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે આ નક્ષત્ર પરિવર્તન કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે. કામકાજમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં ગેરસમજને કારણે તણાવ વધી શકે છે. આ સમય દરમિયાન, તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.