જ્યારે કેતુને આધ્યાત્મિકતા, આંતરિક શક્તિ અને અચાનક મળતા પરિણામોનો ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે આવે છે ત્યારે કેટલીક રાશિઓ માટે ખાસ શુભ પરિણામો મળી શકે છે.

જ્યોતિષીય ગણતરી અનુસાર, 1 ઓગસ્ટ 2026, શનિવારના રોજ સવારે 9:33 વાગ્યે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિમાં શુક્ર અને કેતુની યુતિનો પ્રભાવ જોવા મળશે, જેના કારણે ચાર રાશિના જાતકો માટે ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે અને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા રહેશે. વેપારમાં સારો નફો મળશે અને નવા રોકાણથી પણ લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળવાના યોગ છે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને આ યુતિના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. વેપારમાં નવા ગ્રાહકો મળશે અને નફામાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, જેના કારણે કારકિર્દીમાં આગળ વધવાની તક મળશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે.

કન્યા રાશિ

શુક્રનું ગોચર કન્યા રાશિમાં હોવાથી આ રાશિના જાતકો માટે સમય વધુ શુભ બની શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા રહેશે. વેપારનો વિસ્તાર થશે અને આર્થિક લાભ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો માનવામાં આવે છે. રોકાણમાંથી સકારાત્મક પરિણામ મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શુક્ર-કેતુની યુતિ લાભદાયી બની શકે છે. ધનલાભના નવા માર્ગ ખુલશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે. નોકરીમાં પગાર વધારો અથવા પ્રમોશનની શક્યતા રહેશે. વેપારીઓને નવા સોદા અને સારા નફાની તક મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.

આ પણ વાંચો: Shani Vakri 2026: જુલાઇના અંતમાં સૂર્યપુત્ર શનિદેવ ચાલશે ઉલ્ટી ચાલ, આ રાશિ થશે માલામાલ!

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)