પંચાંગ મુજબ, 16 એપ્રિલ 2026ની રાત્રે 10:19 વાગ્યે શુક્ર ભરણી નક્ષત્રમાંથી બહાર આવી કૃત્તિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 19 એપ્રિલે શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે, જેના કારણે માલવ્ય રાજયોગ બનશે. સૂર્યના અધિકારવાળા કૃત્તિકા નક્ષત્રમાં શુક્રના પ્રવેશથી ‘શુક્રાદિત્ય રાજયોગ’ પણ બને છે. આ ખગોળીય ફેરફાર 27 એપ્રિલ સુધી અસરકારક રહેશે.
શુક્રનું નક્ષત્ર પરિવર્તન કેમ ખાસ છે?
જ્યોતિષ અનુસાર, જ્યારે શુક્ર કૃત્તિકા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે સૂર્ય સાથે ખાસ યોગ બને છે. આ શુક્રાદિત્ય રાજયોગ વ્યક્તિના જીવનમાં માન-સન્માન, આકર્ષણ, આર્થિક લાભ અને સંબંધોમાં સુધારો લાવે છે. બીજી તરફ, વૃષભ રાશીમાં શુક્રનો પ્રવેશ માલવ્ય રાજયોગ બનાવી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરે છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના લોકો માટે આ સમય લાભદાયક સાબિત થઈ શકે છે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. અટકેલા કામ પૂર્ણ થશે. અટકેલા પૈસા પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારીઓને ખાસ ફાયદો મળશે, ખાસ કરીને આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને. લવ લાઈફ સારી રહેશે અને લગ્નના પ્રસ્તાવો મળી શકે છે.
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના લોકો માટે આ સમય સારા સંકેતો લાવશે. કરિયરમાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધશે. વેપારમાં નફો મળશે અને પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનો યોગ બની શકે છે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના લોકો માટે આ ગોચર સકારાત્મક રહેશે. ક્રિએટિવિટી વધશે અને નવા વિચારો આવશે. કરિયરમાં નવા અવસર મળશે. બિઝનેસમાં લાભ થશે. પ્રેમ સંબંધોમાં સુધારો આવશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ નાના મુદ્દાઓ પર વિવાદ ટાળવાની સલાહ આપવામાં આવે છે.
અસર કેટલા સમય સુધી રહેશે?
દ્રિક પંચાંગ મુજબ, શુક્ર 27 એપ્રિલ 2026 સુધી કૃત્તિકા નક્ષત્રમાં રહેશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન બનેલા રાજયોગ પ્રેમ, કરિયર અને આર્થિક બાબતોમાં શુભ પરિણામ આપી શકે છે.
આ પણ વાંચો: Griha pravesh: ગૃહ પ્રવેશમાં થોડુ અધુરૂ ઘર શા માટે માનવામાં આવે શુભ? જાણીલો તેની પાછળની માન્યતા
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)