શુક્ર ભોગ, વૈભવ, પ્રેમ અને વૈભવી સુખોના કારક ગ્રહ છે, જ્યારે રાહુ અચાનક લાભ, મહત્ત્વાકાંક્ષા, રાજકારણ, વિદેશી સંબંધો અને અપ્રતિક્ષિત ઘટનાઓ સાથે જોડાયેલ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહ એકસાથે આવે છે ત્યારે કેટલાક મત મુજબ તેને ‘લંપટ યોગ’ પણ કહેવામાં આવે છે, જે ભૌતિક સુખ અને અચાનક મળતા અવસરોમાં વધારો કરી શકે છે.

વૈભવ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર પોતાના મિત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશી ગયા

6 ફેબ્રુઆરી, 2026થી સુખ, વૈભવ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર પોતાના મિત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશી ગયા છે. અહીં તેમની યુતિ પહેલેથી જ સ્થિત તેમના મિત્ર રાહુ સાથે થઈ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંયોગને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે મિત્રની રાશીમાં પરમ મિત્ર સાથેનો મિલન થયો છે. મિત્ર ગ્રહોની આ યુતિ વ્યક્તિને ભૌતિક સુખ-સગવડો અને ઐશ્વર્ય તરફ આકર્ષિત કરે છે.

વૃષભ, તુલા અને કુંભ રાશિના જાતકોને ફાયદો

આ યુતિનો વિશેષ લાભ વૃષભ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળી શકે છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય આર્થિક વૃદ્ધિનો સંકેત આપે છે. અચાનક ધનલાભ, નવા રોકાણમાં લાભ અથવા અટકેલાં પૈસા પાછા મળવાના યોગ બની શકે છે. તુલા રાશિના જાતકોને કારકિર્દીમાં મોટી સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી અથવા મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ મળવાની શક્યતા છે.

કુંભ રાશિના લોકો માટે આ યુતિ ખાસ અસરકારક રહેશે

કુંભ રાશિના લોકો માટે આ યુતિ ખાસ અસરકારક રહેશે, કારણ કે આ યોગ તેમની પોતાની રાશીમાં બની રહ્યો છે. સામાજિક માન-સન્માનમાં વધારો, નવા સંપર્કોથી લાભ અને વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે. વેપારીઓને નવા સોદાથી ફાયદો થશે અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઓળખ મળશે.

રાહુના પ્રભાવને કારણે ભ્રમ, આકર્ષણ અને ઉતાવળથી બચવું જરૂરી છે. વિચારપૂર્વક લેવાયેલા નિર્ણયો જ સ્થિર લાભ આપશે. કુલ મળીને શુક્ર-રાહુ યુતિ 2026 કેટલીક રાશિઓ માટે અચાનક ધનલાભ અને મોટી સફળતાનો માર્ગ ખુલ્લો કરી શકે છે.

આ પણ વાંચો: Grah Gochar: કુંભ, મીન અને વૃષભ રાશિના જીવન પર સકારાત્મક પ્રભાવ, શનિ-બુધ રચશે ખાસ યોગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)