જ્યોતિષ પંચાગ અનુસાર ગ્રહ સમય સમય પર ગોચર કરે છે. અન્ય ગ્રહો સાથે સંયોગ થઇને ક્યારેક શુભ તો ક્યારેક રાજયોગનું નિર્માણ કરે છે. જેની દરેક રાશિના જાતકો પર અસર પડે છે.ત્યારે તમને જણાવી દઇએ કે શુક્ર અને સૂર્યની યુતિ તુલા રાશિમાં થવાની છે. જેનાથી શુક્રાદિક્ય રાજયોગનું નિર્માણ થવાનું છે. આ રાજયોગના નિર્માણથી કેટલીક રાશિના જાતકોનું નસીબ ચમકી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ છે તે લકી રાશિ.

તુલા રાશિ
  • આ રાજયોગ તમારી ગોચર કુંડળીના પ્રથમભાવમાં બનશે. આથી આ સમયે તમારી કાર્ય કરવાની શૈલીમાં સુધારો આવશે.
  • આત્મવિશ્વાસમાં વધારો થશે.
  • તમારી આવકમાં વૃદ્ધિ થશે
  • તમારે ક્વોલિટી ટાઇમ પરિવાર સાથે વીતાવશો
  • વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા અને નવુ કૌશલ શીખવા માટે સમય અનુકૂળ
  • લવલાઇફમાં રોમાન્સ વધશે તથા અપરિણીતોને લગ્નના માગા આવશે
  • આ સમયે પાર્ટનરશિપમાં કામ કરવાથી લાભ થશે.
ધન રાશિ
  • આ રાજયોગ તમારી રાશિના 11મા ભાવ પર થવાનો છે જેનાથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે.
  • તમને ઘણા સોર્સથી ધન કમાવવામાં સફળતા મળશે.
  • રોકાણ કરવાથી લાભનો યોગ બની રહ્યો છે.
  • કરિયરને લઇને ચાલી રહેલું ટેન્શન દૂર થશે
  • પ્રભાવશાળી વ્યક્તિનો સાથ તમને મળશે
  • જે લોકો ધંધાર્થી છે તેમને સારો નફો મળશે
  • ઘરમાં સુખ, સમૃદ્ધિનું આગમન થશે.
  • શેરબજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થશે.

કર્ક રાશિ

  • આ રાજયોગ તમારી ગોચર કુંડળીના ભૌતિક સુખ અને પ્રોપર્ટી સ્થાન પર બની રહ્યો છે.
  • તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે.
  • તમે કોઇ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો.
  • નોકરી કરનાર વર્ગની કાર્યશૈલીમાં સુધારો આવશે.
  • જે લોકોનું કામ-કારોબાર, રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સાથે છે તેઓને સારો લાભ થશે. 


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )