તે પિતા, આત્મા અને માન-સન્માનનો કારક છે. તેથી સૂર્યની સ્થિતિમાં ફેરફારનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હાલમાં સૂર્ય મીન રાશીમાં શનિ અને મંગળ સાથે સ્થિત છે. પરંતુ 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે. કોઈપણ ગ્રહ પોતાની ઉચ્ચ રાશીમાં આવે ત્યારે તે વધુ શક્તિશાળી બને છે અને સકારાત્મક પરિણામ આપે છે.
સૂર્ય અને શુક્રની યુતિ બનશે
આ સાથે સૂર્ય અને શુક્રની યુતિ બનશે, જેને કારણે શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ યોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ ખાસ કરીને કેટલીક રાશિઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિ આધારે કરવામાં આવ્યું છે.
દ્રિક પંચાંગ મુજબ, 14 એપ્રિલ 2026ના રોજ સવારે 09:38 વાગ્યે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે અને 15 મે સુધી ત્યાં રહેશે. આ દરમિયાન 26 એપ્રિલ સુધી શુક્ર સાથે તેની યુતિ રહેશે, ત્યારબાદ શુક્ર વૃષભ રાશીમાં પ્રવેશ કરશે.
મેષ રાશિ પર અસર (Aries Zodiac)
શુક્ર અને સૂર્યની યુતિથી બનેલો શુક્રાદિત્ય રાજયોગ મેષ રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક રહેશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. લગ્ન ભાવમાં આ યોગ બનવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. પંચમ ભાવના સ્વામી સૂર્ય હોવાને કારણે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. રોકાણમાં લાભ થશે અને શિક્ષણમાં આવતી અડચણો દૂર થશે.
આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજ, નોકરી અને પરિવાર ક્ષેત્રમાં માન-સન્માન વધશે. સરકારી કામોમાં સફળતા મળશે. નોકરી કરતા લોકો માટે આ સમય લાભદાયક રહેશે અને તેમની કામગીરીની પ્રશંસા થશે. નવા જવાબદારીઓ મળી શકે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ બનશે. આરોગ્ય સારું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
ઉપાય
સૂર્યના શુભ ફળ મેળવવા માટે રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપો. તાંબાના લોટામાં પાણી, લાલ ફૂલ અને કુમકુમ નાખીને અર્પણ કરો અને સૂર્ય મંત્રનો જપ કરો.
મિથુન રાશિ પર શુક્રાદિત્ય રાજયોગનો પ્રભાવ (Gemini Zodiac)
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનો આ ગોચર ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. સૂર્ય અને શુક્રની યુતિથી બનેલો શુક્રાદિત્ય રાજયોગ ‘સોને પર સુહાગા’ જેવી સ્થિતિ સર્જી શકે છે. તૃતીય ભાવના સ્વામી સૂર્ય અગિયારમા ભાવમાં આવતા મહેનતનું પૂર્ણ ફળ મળશે. નોકરી કરતા લોકોને અનેક ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. યશ, પ્રતિષ્ઠા અને પગારમાં વધારો થઈ શકે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે.
તમારી કમ્યુનિકેશન સ્કિલ મજબૂત બનશે, જેના કારણે નવા લોકો સાથે જોડાવાનો મોકો મળશે અને સમાજમાં માન-સન્માન વધશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અટકેલા પૈસા પાછા મળી શકે છે. લાંબા સમયથી અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકો માટે આ સમય ઉત્તમ રહેશે. મોટા સોદા મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા જાળવવા વધુ મહેનત કરવી પડશે.
ઉપાય
સૂર્યના શુભ ફળ માટે દરરોજ સૂર્યને અર્ઘ્ય આપો. તેમજ ઘંઉ અથવા તાંબાનું દાન કરવું લાભદાયક રહેશે
સિંહ રાશિ પર શુક્રાદિત્ય રાજયોગનો પ્રભાવ (Leo Zodiac)
સૂર્ય પોતાની રાશિના નવમા ભાવમાં ગોચર કરશે, જે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન જીવનમાં ખુશીઓ આવશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને ધાર્મિક યાત્રાઓ કરવાની તક મળશે.
નોકરી કરતા લોકોને ભાગ્યનો પૂરતો સાથ મળશે. નવી નોકરીના અવસર, પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોને પણ સારો નફો મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનો સપનો સાકાર થઈ શકે છે. આ સમય ખૂબ શુભ છે કારણ કે ભાગ્ય મજબૂત બનતા જીવનમાં સુખ-સુવિધાઓ વધે છે. લગ્નમાં વિલંબ થતો હોય તો હવે શુભ યોગ બની શકે છે.
પિતાના સાથેના સંબંધોમાં સુધારો આવશે અને તેમનો સહયોગ મળશે. સરકારી કામોમાં સફળતા મળશે અને અટકેલા કામ પૂર્ણ થશે. સરકારી નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. સૂર્યની દૃષ્ટિ તૃતીય ભાવ પર પડવાથી સાહસ, આત્મવિશ્વાસ અને સંચાર ક્ષમતા વધશે.
ઉપાય
દરરોજ સૂર્યને અર્ઘ્ય આપો. આ સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને ગાયત્રી મંત્રનો જપ કરો.
આ પણ વાંચો: Vyatipat Yog 2026: 25 એપ્રિલે ખરતનાક વ્યતિપાત યોગ, આ રાશિએ રહેવુ સાવધાન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
