ચાંદીનો સંબંધ મુખ્યત્વે ચંદ્રમા અને શુક્ર ગ્રહ સાથે છે. ચંદ્રમા મન, ભાવનાઓ અને માનસિક શાંતિનો કારક છે, જ્યારે શુક્ર સુખ, સમૃદ્ધિ, સૌંદર્ય અને વૈવાહિક સુખનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ચાંદીનું કડું કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે અનુકૂળ ન પણ થઈ શકે.
આ ત્રણ રાશિઓ માટે ચાંદીનું કડું ખૂબ શુભ માનવામાં આવે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ ચાંદીનું કડું અવશ્ય પહેરવું જોઈએ. માન્યતા છે કે આ ત્રણેય રાશિઓના લોકોને ચાંદીનું કડું વિશેષ લાભ આપે છે. આ ત્રણેય રાશિઓ જળ તત્વની ગણાય છે અને ચાંદીનો સંબંધ પણ જલ તત્વ સાથે માનવામાં આવે છે. આ કારણે આ રાશિઓ માટે ચાંદીનું કડું પહેરવું શુભ અને ફળદાયી ગણાય છે.
ચાંદીનો સંબંધ ચંદ્રમા અને શુક્ર ગ્રહ સાથે જણાવવામાં આવે છે. ચંદ્રમા મન, વિચારશક્તિ અને માનસિક શાંતિનો કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર સુખ, સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે. કહેવાય છે કે જો વ્યક્તિની કુંડળીમાં આ બંને ગ્રહ મજબૂત હોય, તો જીવનમાં શાંતિ, સંતુલન અને સુખ-સમૃદ્ધિ આવે છે. ચાંદીનું કડું ધારણ કરવાથી આ ગ્રહોની સકારાત્મક શક્તિ વધુ મજબૂત બને છે.
કઈ રાશિઓએ ચાંદીનું કડું ન પહેરવું જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ, સિંહ અને ધન રાશિના જાતકોને ચાંદી અથવા ચાંદીનું કડું પહેરવુ ન જોઇએ. આ રાશિઓના લોકો જો ચાંદી પહેરે તો તેમને માનસિક તણાવ, આર્થિક નુકસાન અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ ત્રણ રાશિઓના જાતકોએ ચાંદીના કડાં કે અન્ય ચાંદીના આભૂષણો પહેરવાથી દુર રહેવુ જોઈએ.
ચાંદીનું કડું કયા દિવસે અને કયા હાથમાં પહેરવું?
ચાંદીનું કડું પહેરવા માટે સોમવાર અને શુક્રવાર સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.
પુરુષોએ ચાંદીનું કડું જમણા હાથમાં પહેરવું જોઈએ.
સ્ત્રીઓએ ચાંદીનું કડું ડાબા હાથમાં પહેરવું શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Chandra Grahan :500 વર્ષ પછી હોળી પર પૂર્ણ ચંદ્ર ગ્રહણ, આ રાશિની પ્રગત્તિના દ્વાર ખુલશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)