આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાની પરંપરા છે. સાથે જ જો પિતૃઓનું તર્પણ કરવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, કાળસર્પ દોષનું નિવારણ થાય છે અને પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે.


સોમવતી અમાસ ક્યારે કહેવાય

આ વખતે સોમવતી અમાસ ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે તે જેઠ અધિક માસની અમાસના દિવસે આવી રહી છે, જે લગભગ ત્રણ વર્ષમાં એકવાર આવે છે. જ્યારે અમાસ સોમવારે આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. વર્ષ 2026માં સોમવતી અમાસ 15 જૂન, સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે કેટલાક દુર્લભ શુભ યોગો બની રહ્યા છે, જે પૂજા-પાઠના પુણ્યફળમાં અનેક ગણો વધારો કરી શકે છે અને ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે.

સોમવતી અમાસે બનશે દુર્લભ સંયોગ

પંચાંગ અનુસાર, 15 જૂન 2026ના રોજ સોમવતી અમાસ મનાવવામાં આવશે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે અને આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને મહાદેવની ઉપાસના કરે છે. આથી સોમવતી અમાસનો દિવસ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેની આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. હરિ અને હરને પામવાનો અવસર

આ જ દિવસે સૂર્યદેવ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં ગોચર કરશે, જેના કારણે મિથુન સંક્રાંતિનો દુર્લભ સંયોગ પણ સર્જાશે.

પંચાંગ મુજબ, 15 જૂનના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષમાં આ બંને યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ યોગમાં કરવામાં આવેલા કાર્યો સફળતા અપાવે છે.

મિથુન સંક્રાંતિનો સમય

સોમવતી અમાસના દિવસે જ મિથુન સંક્રાંતિ થશે. આ દિવસે સૂર્યદેવ બપોરે 12:59 વાગ્યે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે.મિથુન સંક્રાંતિનો મહાપુણ્ય કાળ બપોરે 12:59 વાગ્યાથી 3:19 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન સ્નાન, દાન અને ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્વ રહેશે.

સોમવતી અમાસે સ્નાન-દાનનું શુભ મુહૂર્ત

સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. 15 જૂન 2026ના રોજ બ્રહ્મમુહૂર્ત સવારે 4:03 વાગ્યાથી સવારે 8:23 વાગ્યા સુધી રહેશે. ગંગા અથવા અન્ય પવિત્ર જળમાં સ્નાન કર્યા બાદ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે યથાશક્તિ અન્નનું દાન, ધનનું દાન, વસ્ત્ર દાન, છત્રીનું દાન વિશેષ પુણ્યદાયી ગણવામાં આવે છે.

આ પણ વાંચો: Numerology: માતાની લાડલી હોય આ મૂળાંકની યુવતીઓ, કઇ કહ્યા વગર સમજી લે મનની વાત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)



  • Follow us on: