વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ અને સૂર્ય લગભગ એકસાથે ગોચર કરે છે. ઉપરાંત, જ્યોતિષમાં બુધ અને સૂર્યને મિત્ર ગ્રહ માનવામાં આવે છે. નવરાત્રિ પછી, બુધ અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. 15 સપ્ટેમ્બરે બુધ તેની ઉચ્ચ રાશિ કન્યામાં ગોચર કરશે, જ્યારે સૂર્ય દેવ પણ 15 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. જેના કારણે બુધાદિત્ય રાજયોગ રચાશે.
ધન રાશિને મળશે અઢળક ફાયદો
તમને કામ અને વ્યવસાયમાં વિશેષ સફળતા મળી શકે છે. વેપારીઓને સારા નાણાકીય લાભ થઈ શકે છે. તમારા અધુરા કાર્ય પૂર્ણ થશે અચાનક નાણાભીડ દૂર થશે
મકર રાશિ પર થશે સૂર્યદેવ મહેરબાન
બુધ અને સૂર્ય દેવનું ગોચર તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી નવમા સ્થાને રહેવાનું છે. આ સમયે તમને નસીબનો સાથ મળી શકે છે. કાર્યસ્થળમાં સાથીદારો સાથે સંકલન સારું રહેશે. વિદ્યાર્થીઓના મનમાંથી અનિશ્ચિતતાનો ભય દૂર થશે. સામાજિક સંબંધોમાં ઉદ્ભવતી ગેરસમજ ઓછી થશે અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. આ સમયગાળા દરમિયાન, તમે કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
વૃશ્ચિક રાશિની કિસ્મત બદલાશે
આ ગોચર તમારી રાશિના આવક અને લાભ સ્થાનમાં થવાનું છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. તમને રોકાણમાંથી નફો મળવાની શક્યતા છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમને ભાગ્યનો સાથ મળશે. ઉચ્ચ શિક્ષણ અથવા સંશોધન કાર્યમાં પ્રગતિ થશે અને ધાર્મિક અથવા આધ્યાત્મિક યાત્રાઓની શક્યતાઓ રહેશે.