15 મે 2026ના રોજ સૂર્ય દેવ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે આ ગોચર શનિશ્ચરી અમાસ પહેલા થઈ રહ્યુ છે, જે તેની શુભતામાં અનેક ગણો વધારો કરે છે. સૂર્યનું આ રાશિ પરિવર્તન મેષ, કર્ક સહિત 6 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડની શરૂઆત સાબિત થઈ શકે છે.
સૂર્ય ગોચરનું મહત્વ અને અસર
સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને વૃષભ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ ગોચરથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે તેમજ સરકારી કામો અને કારકિર્દીમાં માન-સન્માન વધે છે. શનિ અને સૂર્યનો આ ખાસ સંયોગ જીવનમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા અને અટકેલા કામોને આગળ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે.
આ 6 રાશિઓને મળશે ખાસ લાભ
મેષ રાશિ:
તમારી રાશિના બીજા ભાવમાં સૂર્યનું ગોચર ધન બચાવવા મદદરૂપ થશે. નવી નોકરીના અવસર મળી શકે છે અને રોકાણથી લાભ મળશે.
કર્ક રાશિ:
આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓનો સહકાર મળશે અને જૂના વિવાદો સમાપ્ત થશે.
સિંહ રાશિ:
સૂર્ય તમારા સ્વામી છે અને દસમા ભાવમાં તેમનું ગોચર કારકિર્દીમાં મોટી પ્રગતિ અપાવી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
કન્યા રાશિ:
ભાગ્યનો પૂર્ણ સહકાર મળશે. લાંબી મુસાફરી લાભદાયક રહેશે.
વૃશ્ચિક રાશિ:
વેપારમાં ભાગીદારીથી મોટો લાભ મળશે. દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે અને નવા કાર્ય શરૂ કરવા માટે સમય શુભ છે.
કુંભ રાશિ:
સુખ-સુવિધાઓ અને મિલ્કત સંબંધિત બાબતોમાં સફળતા મળશે. પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે.
કરો આ ખાસ ઉપાય
આ ગોચરનો વધુ લાભ મેળવવા માટે દરરોજ સૂર્યોદય સમયે તાંબાના પાત્રથી પાણી અર્પણ કરવું જોઈએ. સાથે ‘ૐ ઘૃણિ સુર્યાય નમઃ’ મંત્રનો જપ કરવો શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Trigrahi Rajyog 2026: ત્રિગ્રહી રાજયોગ 11મેના રચાશે શક્તિશાળી સંયોગ, આ રાશિનું ભાગ્ય ચમકશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)