ગ્રહોના રાજા સૂર્ય જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ જ મહત્ત્વ ધરાવે છે. કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો આત્મવિશ્વાસનો વધારો થાય છે. સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. ભાગ્યનો સાથ મળે છે. જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.
સૂર્ય એકમાત્ર એવા દેખતા જેને આપણે નરી આંખે જોઇ શકીએ છીએ. સૂર્ય છે તો જીવન છે. દ્વિક પંચાગ અનુસાર 03 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે, 30 ઓગસ્ટે સૂર્ય દેવ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્યના બે વખત નક્ષત્ર પરિવર્તન અને એક વખતના રાશિ પરિવર્તનની તમામ રાશિ પર અસર થશે.
સિંહ રાશિ
સૂર્ય દેવ સિંહ રાશિમાં ગોચર કરશે જે ખુબજ શુભ પરિણામ આપશે. આ ગોચરથી તમારો આત્મવિશ્વાસ વધશે, નોકરીમાં પદોન્નતિ થશે, વ્યક્તિત્વમાં સુધારો આવશે. રોકાણથી લાભ થશે. તબિયત સુધરશે. મુસાફરીના યોગ છે. વેપારીઓને લાભ થશે. સંબંધોમાં મધુરતા આવશે.
તુલા રાશિ
સૂર્યના ગોચરથી ટેકનોલોજીના ક્ષેત્રે તમારી નામના થશે, જુની અધુરી ઇચ્છાઓ પૂર્ણ થશે. કળા ક્ષેત્રે નામના કરી શકશો. સમાજમાં માન સન્માન જળવાશે. જીવનમાં સંતુલન જાળવી શકશો. સંબંધો સુધરશે. માનસિક તાણ ઓછી થશે. દેવાથી મુક્તિ મળશે. દરેક યોજનાઓ પૂર્ણ કરી શકશો.
વૃશ્ચિક રાશિ
રોકાણથી લાભ થશે, અટવાયેલા પૈસા પાછા મળશે. પ્રગત્તિના દ્વાર ખુલશે. કોઇ અધુરી ઇચ્છા પૂરી થશે. ઉતાવળા નિર્ણય ન લેશો. તમારા વર્તનથી કોઇને નુકસાન ન થાય તે જોજો. બીજાની મદદ કરવાથી સારૂ અનુભવશો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )