કુંભ રાશિમાં સૂર્યની સ્થિતિ સામાન્ય રીતે મધ્યમ ફળદાયી ગણાય છે, કારણ કે આ શનિની રાશિ છે અને શનિ-સૂર્ય વચ્ચે સ્વાભાવિક થોડો ખટરાગ છે. ખાસ વાત તો એ છે કે આ ગોચર દરમિયાન શુક્ર, બુધ,અને રાહુ, સૂર્ય સાથે યુતિમાં રહેશે. તેમજ મિથુન રાશિમાં સ્થિત બૃહસ્પતિની દૃષ્ટિ પણ સૂર્ય પર પડશે. સૂર્ય પોતાની રાશિ સિંહ પર દૃષ્ટિ નાખશે, જેના કારણે તેની શક્તિ સંતુલિત રહેશે. આ પરિવર્તનનો પ્રભાવ લગભગ એક મહિના સુધી રહેશે.

આવો જાણીએ તમામ રાશિ પર કેવી થશે અસર

મેષ રાશિ

આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે. તણાવ ઘટશે અને કારકિર્દીમાં નવા અવસર મળશે.

વૃષભ રાશિ

અટકેલા કામ પૂર્ણ થશે. માનસિક સ્થિતિમાં સુધારો આવશે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ છે.

મિથુન રાશિ

અનાવશ્યક ચિંતાઓ વધી શકે. મુસાફરી દરમ્યાન સાવચેતી રાખો. નિર્ણયો વિચારપૂર્વક લો.

કર્ક રાશિ

આરોગ્ય પર અસર પડી શકે. ખર્ચામાં વધારો સંભવ છે. ખાવાપીવા અને બજેટ પર નિયંત્રણ રાખો.

સિંહ રાશિ

જીવનસાથીના આરોગ્ય અને પરિવારિક સંબંધો પર ધ્યાન આપો. વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે.

કન્યા રાશિ

આ ગોચર લાભદાયી રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે. સ્થાન પરિવર્તનના યોગ છે, જે લાભકારક સાબિત થશે.

તુલા રાશિ

આરોગ્ય નબળું પડી શકે. સંતાન સંબંધિત ચિંતા શક્ય છે. ધીરજ રાખો.

વૃશ્ચિક રાશિ

માતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. મહત્વના કામ મુલતવી રાખશો નહીં.

ધન રાશિ

સ્થાન પરિવર્તન અને કારકિર્દીમાં પ્રગતિના યોગ છે. પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળશે.

મકર રાશિ

આંખ સંબંધિત તકલીફ થઈ શકે. પરિવારિક જીવનમાં સંતુલન જાળવો.

કુંભ રાશિ

આરોગ્યમાં ઉતાર-ચઢાવ શક્ય છે. ગુસ્સો અને વાણી પર નિયંત્રણ રાખો.

મીન રાશિ

કારકિર્દી અને સંબંધોમાં બેદરકારી ભારે પડી શકે. જવાબદારીપૂર્વક નિર્ણય લો.

આ પણ વાંચો: Budhaditya Rajyog 2026 : આ રાશિ બુદ્ધિ-વિવેકથી લાવશે ધનનો વરસાદ, રાજયોગ કરીદેશે માલામાલ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)