જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર કોઈને કોઈ રીતે પડે છે. પંચાંગ મુજબ હાલમાં સૂર્ય કુંભ રાશિમાં સ્થિત છે, પરંતુ 15 માર્ચ 2026ની રાત્રે લગભગ 1 વાગ્યાને 8 મિનિટે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે.

 ત્રિગ્રહી યોગ અને શુક્રાદિત્ય યોગનું નિર્માણ

મીન રાશિમાં પહેલેથી જ શનિ અને શુક્ર હાજર છે, તેથી સૂર્ય અહીં પહોંચતા ત્રિગ્રહી યોગ અને શુક્રાદિત્ય યોગનું નિર્માણ થશે.

જ્યોતિષ અનુસાર આ યોગ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનો અસર તમામ રાશિઓ પર પડે છે. ખાસ વાત એ છે કે જે દિવસે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે તે જ દિવસે પાપમોચીની એકાદશીનો સંયોગ પણ બની રહ્યો છે. સૂર્ય 14 એપ્રિલ 2026 સુધી મીન રાશિમાં રહેશે. આ ગોચર કેટલીક રાશિઓ માટે ખાસ લાભદાયક બની શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ સકારાત્મક પરિણામ આપી શકે છે. આ દરમિયાન તમારી ગોચર કુંડળીના બારમા ભાવમાં સૂર્યનો પ્રભાવ રહેશે. શનિ અને શુક્ર પણ આ જ ભાવમાં હોવાથી અચાનક લાભ મળવાની શક્યતા છે. અચાનક ધનલાભ પણ થઈ શકે છે. જીવનમાં નવા અવસર મળી શકે છે અને ખુશીનું વાતાવરણ બની શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે સૂર્યનું આ ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. સૂર્ય તમારી કુંડળીના અગિયારમા ભાવમાં ગોચર કરશે, જેને આવક અને લાભનું સ્થાન માનવામાં આવે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે અને આવક વધવાની શક્યતા છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્યનો મીન રાશિમાં ગોચર કારકિર્દી માટે સારો માનવામાં આવે છે. સૂર્ય તમારી કુંડળીના દસમા ભાવમાં પ્રવેશ કરશે, જે નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલો ભાવ છે. આ સમય દરમિયાન કામ સંબંધિત મુસાફરી થઈ શકે છે અને તેમાંથી લાભ પણ મળી શકે છે. નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે અને આવકમાં વધારો થઈ શકે છે. 

આ પણ વાંચો: Shani Asta 2026: સૂર્યપુત્ર શનિદેવ આજે મીન રાશિમાં થશે અસ્ત, આ રાશિને મળશે સફળતા

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)