જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ માત્ર વ્યક્તિની રાશિ પર જ નહીં પરંતુ દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવું સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મીન સંક્રાંતિ કહેવાય છે. મીન સંક્રાંતિને ખાસ માનવામાં આવે છે કારણ કે હિંદુ પંચાંગ અનુસાર આ સૂર્યનું વર્ષનું અંતિમ ગોચર માનવામાં આવે છે. આ સમયને જૂના ચક્રના સમાપન અને નવી ઊર્જાની શરૂઆત તરીકે પણ જોવામાં આવે છે.
આ વર્ષે 15 માર્ચ 2026ના રોજ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે
દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે 15 માર્ચ 2026ના રોજ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ મીન રાશિના સ્વામી ગુરુ (બૃહસ્પતિ) છે, જે સૂર્યના મિત્ર ગ્રહ માનવામાં આવે છે. તેથી આ રાશિમાં સૂર્યનો પ્રવેશ શુભ માનવામાં આવે છે. આ ગોચરનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયક બની શકે છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ સમય આત્મમંથન કરવાનો બની શકે છે. ભવિષ્યની યોજના બનાવવા માટે આ સારો સમય છે. જૂના અટકેલા કામ ધીમે ધીમે પૂર્ણ થઈ શકે છે. વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે. નોકરીયાત લોકોને નવી જવાબદારી મળી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને માનસિક શાંતિ મળશે. ખર્ચામાં વધારો થઈ શકે છે, તેથી આર્થિક નિર્ણયો વિચારીને લેવાં યોગ્ય રહેશે.
મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો માટે આ ગોચર કરિયરની દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું સારો પરિણામ મળી શકે છે. પ્રમોશન અથવા નવી નોકરીના અવસર મળી શકે છે. સિનિયરોનો સહયોગ મળશે. વેપારીઓને નવા પ્રોજેક્ટ અથવા સોદા મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને પરિવાર તરફથી પણ સહકાર મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી બની શકે છે.
કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના લોકો માટે આ સમય ભાગ્યનો સાથ આપનાર બની શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. લાંબી યાત્રાના યોગ બની શકે છે. અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સારા પરિણામ મળવાની શક્યતા છે. કરિયરમાં આગળ વધવાના અવસર મળી શકે છે. વેપારમાં પણ વૃદ્ધિના સંકેત છે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સર્જનાત્મકતા અને બુદ્ધિ વધારનાર બની શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. રોકાણથી લાભ મળવાની શક્યતા છે, પરંતુ નિર્ણય વિચારીને લેવો જરૂરી રહેશે. કાર્યસ્થળ પર તમારી મહેનત અને ક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. આ સમય આત્મવિશ્વાસ અને માનસિક સંતુલન વધારનાર રહેશે.
મીન રાશિ (Pisces)
મીન રાશિના જાતકો માટે આ ગોચર ખાસ મહત્વનો છે કારણ કે સૂર્ય આ રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સમાજમાં તમારી ઓળખ વધુ મજબૂત બનશે. નોકરી અને વેપારમાં નવા અવસર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો અનુભવાઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા વધુ આત્મવિશ્વાસ અનુભવશો. આ સમય નવી શરૂઆત માટે અનુકૂળ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Jupiter transit in Cancer 2026: 12 વર્ષ પછી ગુરૂ બૃહસ્પતિનો ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)