ખગોળીય માહિતી અનુસાર આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં તેનો સૂતક કાળ માન્ય ગણાશે નહીં. ગ્રહણ બપોરે 3 વાગ્યાને 26 મિનિટે શરૂ થઈને સાંજે 7 વાગ્યાને 57 મિનિટે પૂર્ણ થશે. આ ગ્રહણ મુખ્યત્વે એન્ટાર્કટિકા, આફ્રિકાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગર ઉપર જોવા મળશે.

વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ કઈ રાશિ અને નક્ષત્રમાં?

જ્યોતિષ મુજબ આ સૂર્ય ગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં લાગી રહ્યું છે. તેથી આ રાશિ અને નક્ષત્ર સાથે જોડાયેલા લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ. આરોગ્ય અને નાણાકીય બાબતોમાં બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો પછીથી ખોટા પડી શકે છે, તેથી કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારવું જરૂરી છે. અંધ વિશ્વાસ કરવો યોગ્ય નહીં ગણાય.

આ રાશિઓએ ખાસ સાવચેતી રાખવી

સિંહ રાશિના જાતકોને દાંપત્ય જીવન અને ભાગીદારીના કામોમાં સાવચેત રહેવું પડશે. વૃશ્ચિક રાશિના લોકો માટે પરિવારિક બાબતો અને માતાના સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી છે. કુંભ રાશિ માટે માનસિક દબાણ અને ગૂંચવણ ઉભી થઈ શકે છે, જેના કારણે કામોમાં વિલંબ થઈ શકે છે. મકર રાશિના જાતકોએ ખાસ કરીને રોકાણ કરતી વખતે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે.

સૂર્ય ગ્રહણ દરમિયાન કરવાના કાર્ય

ગ્રહણ દરમિયાન સૂર્ય મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો શુભ માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન અને દાન કરવું લાભદાયક કહેવાય છે. ગ્રહણ દરમિયાન ભોજન બનાવવું કે લેવું ટાળવાની પરંપરા છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ સાવચેતી રાખવી અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો.

આ પણ વાંચો: Samudrik Shastra: પગના તળિયા પર આ નિશાન બનાવે કરોડપતિ, માતા લક્ષ્મીની રહે વિશેષ કૃપા

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)