પંચાંગ મુજબ આ સૂર્ય ગ્રહણ બપોરે 3 વાગ્યાની 26 મિનિટથી શરૂ થઈ સાંજે 7 વાગ્યાની 57 મિનિટ સુધી રહેશે. વર્ષ 2026નું પહેલું સૂર્ય ગ્રહણ શનિની રાશિ કુંભમાં થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહણ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે, જેનો પ્રભાવ વ્યક્તિના જીવન, કારકિર્દી, આરોગ્ય અને પરિવારિક સંબંધો પર પડી શકે છે.
કુંભ રાશિ પર શનિનો અધિકાર છે, અને આવી સ્થિતિમાં અહીં સૂર્ય ગ્રહણ લાગવું કેટલીક રાશિઓ માટે પડકારજનક બની શકે છે. ખાસ કરીને ત્રણ રાશિના જાતકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ રાશિ
આ ગ્રહણ તમારી પોતાની રાશિમાં લાગી રહ્યું હોવાથી તેનો સીધો પ્રભાવ તમારા સ્વભાવ અને નિર્ણાયક ક્ષમતા પર પડી શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અથવા માનસિક તણાવ અનુભવાઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ગેરસમજ વધવાની શક્યતા છે. આરોગ્ય બાબતે બેદરકારી ન રાખો, ખાસ કરીને આંખ અને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. મોટા રોકાણ અથવા જોખમી નિર્ણય હાલ ટાળવા યોગ્ય રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ સાતમા ભાવને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે દાંપત્ય જીવન અને ભાગીદારીમાં તણાવ વધે તેવી શક્યતા છે. બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. અહંકારના કારણે સંબંધોમાં ટકરાવ આવી શકે છે. ધીરજ અને સંયમ જરૂરી રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે. ઓફિસમાં રાજકારણ અથવા સ્પર્ધા વધે તેવી શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સાવધાનીપૂર્વક વર્તવું. આર્થિક બાબતોમાં વિચારપૂર્વક નિર્ણય લો અને અનાવશ્યક ખર્ચથી બચો.
આ પણ વાંચો: Grah Gochar 2026: 11 ફેબ્રુઆરીએ શુક્ર કરશે રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિને થશે ફાયદો
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)