17 ફેબ્રુઆરી 2026 એટલે કે આજે કુંભ રાશિમાં જ સૂર્ય ગ્રહણ લાગશે. ખાસ વાત એ છે કે આજે કુંભમાં માત્ર સૂર્ય જ નહીં, પરંતુ મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર પણ હાજર રહેશે. આ રીતે પાંચ ગ્રહો એકસાથે આવીને પંચગ્રહી યોગ બનાવશે. શનિની રાશિ કુંભમાં બનતો આ યોગ કેટલીક રાશિઓ માટે શુભ સંકેત આપી રહ્યો છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય આગળ વધવાનો મોકો આપી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે અથવા પદમાં ફેરફારથી લાભ થઈ શકે છે. બિઝનેસ કરતા લોકોને નવા ક્લાયન્ટ અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. ફિટનેસ, મીડિયા અથવા કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળી શકે છે. આરોગ્ય પણ પહેલા કરતાં સારું રહી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યોગ આર્થિક મામલાઓમાં રાહત આપનાર સાબિત થઈ શકે છે. અટકેલા પૈસા પરત મળી શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો પરિસ્થિતિ અનુકૂળ રહી શકે છે. મોટી ડીલ અથવા કરારથી ધનલાભ શક્ય છે. કર્જમાંથી મુક્તિ મળવાના સંકેત પણ બની રહ્યા છે, જેના કારણે માનસિક શાંતિ વધશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આ સમય ભાગ્યનો સાથ આપનાર માનવામાં આવે છે. નવું કામ શરૂ કરવું હોય તો સકારાત્મક પરિણામ મળી શકે છે. ઘર, જમીન અથવા વાહન ખરીદવાનો યોગ બની શકે છે. ખર્ચ પર નિયંત્રણ રહેશે અને બચત કરી શકશો. આરોગ્ય સંબંધિત બાબતોમાં પણ રાહત મળશે. લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
આ પણ વાંચો: Guru Margi 2026: હોળી પછી ગુરૂ બૃહસ્પતિ થશે માર્ગી, પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)