સૂર્ય ગ્રહણનો પ્રભાવ જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટીએ ખાસ માનવામાં આવે છે, કારણ કે સૂર્યને આત્મા, પિતા, સત્તા, આત્મવિશ્વાસ અને જીવન ઊર્જાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય ગ્રહણ કોઈ ખાસ યોગ અથવા ગ્રહ સ્થિતિ સાથે પડે છે, ત્યારે તેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર નકારાત્મક રીતે પણ જોવા મળે છે. આ વખતે બનેલો સંયોગ કેટલીક જાતકો માટે સતર્ક રહેવાનો સંકેત આપી રહ્યો છે, જ્યાં નસીબ સાથ નહીં આપે તેવી શક્યતા છે.

માનસિક તણાવ, નિર્ણયો અંગે ભ્રમ અને આર્થિક નુકસાનની શક્યતા

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ સૂર્ય ગ્રહણ દરમિયાન ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે જે માનસિક તણાવ, નિર્ણયો અંગે ભ્રમ અને આર્થિક નુકસાનની શક્યતા વધારી શકે છે. ખાસ કરીને 3 રાશિઓને આ સમયમાં સાવધ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ ભાવનાત્મક રીતે પડકારરૂપ હોઈ શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાઈ શકે છે અને પારિવારિક મામલામાં ગેરસમજ વધવાની શક્યતા છે. કરિયરમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સાવધ રહેવું જરૂરી છે, કારણ કે તેજીમાં લેવામાં આવેલા પગલાં નુકસાનકારક થઈ શકે છે. આર્થિક મામલામાં પણ સાવચેત રહેવું જરૂરી છે, ખાસ કરીને રોકાણ સંબંધિત નિર્ણયો લેતા સમયે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય માનસિક તણાવ વધારવાનો હોઈ શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. તમારા કાર્યની ખોટી વ્યાખ્યા થવાની શક્યતા છે, જે માન-સન્માન પર અસર કરી શકે છે. આરોગ્યની પણ કાળજી લેવી જરૂરી છે, ખાસ કરીને આંખો અને માથા સાથે સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવું.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ આર્થિક અસ્થિરતાનું સંકેત આપી રહ્યું છે. અચાનક ખર્ચ વધી શકે છે અને અપેક્ષિત લાભમાં મોડો પડી શકે છે. સંબંધોમાં પણ દૂરીઓ અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે. આ સમયે કોઈ મોટો નિર્ણય ધ્યાનથી જ લેવો અને ભાવનામાં તણાઇ ન જવું શ્રેષ્ઠ રહેશે.

સતર્કતા માટે શું કરવું

સૂર્ય ગ્રહણ દરમિયાન અનાવશ્યક ઝગડા અને વાદ-વિવાદથી દૂર રહો, નકારાત્મક વિચારોથી દુર રહો અને ગ્રહણ કાળમાં ધ્યાન, મંત્ર જપ અને દાન કરો. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપવો શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો:  Magh Purnima 2026: આખરે કેમ આ દિવસે ગંગાસ્નાનને અશ્વમેધ યજ્ઞ સમાન માનવામાં આવે છે? 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)