જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે છે અથવા બીજા ગ્રહ સાથે યુતિ બનાવે છે, ત્યારે તેનો પ્રભાવ બધી 12 રાશિઓના જીવન પર અલગ-અલગ રીતે જોવા મળે છે. આવનારા દિવસોમાં આવો જ એક મહત્વનો જ્યોતિષીય બદલાવ જોવા મળશે, જ્યારે સૂર્ય અને શનિદેવ એક જ રાશિમાં આવશે. પિતા-પુત્ર એક રાશિમાં આવતા જ કેટલીક રાશિઓ માટે થોડી પડકારજનક સાબિત થઈ શકે છે.

મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ

દ્રિક પંચાંગ મુજબ 15 માર્ચની રાત્રે લગભગ 1 વાગ્યાને 8 મિનિટે સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મીન રાશિને ગુરુની રાશિ માનવામાં આવે છે. આ સમયે અહીં પહેલેથી જ શનિ અને શુક્ર હાજર છે.સૂર્ય અને શનિની યુતિ બનશે. ઘણી વખત સૂર્ય અને શનિ એકસાથે હોવાને કારણે જીવનમાં દબાણ અને પડકારો વધી શકે છે. સાથે જ કેતુની સ્થિતિ પણ ખાસ યોગ બનાવી રહી છે, તેથી કેટલીક રાશિઓએ આ સમયમાં થોડું સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

મેષ રાશિ

આ ગોચરનો પ્રભાવ મેષ રાશિના બારમા ભાવમાં જોવા મળશે. જેના કારણે ખર્ચામાં વધારો થઈ શકે છે. અચાનક ખર્ચા સામે આવી શકે છે, તેથી પૈસાના મામલે સમજદારીથી નિર્ણય લેવો જરૂરી રહેશે. આરોગ્ય સંબંધિત નાની-મોટી સમસ્યાઓ પર પણ ખર્ચ થવાની શક્યતા છે. આ સમયમાં તમારા બજેટ પર નિયંત્રણ રાખવું અને ફિજુલ ખર્ચ ટાળવો સારું રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિ માટે આ સમય થોડો સાવચેત રહેવાનો રહેશે. આ દરમિયાન સૂર્ય તમારી રાશિથી આઠમા ભાવમાં રહેશે અને કેતુનો પ્રભાવ પણ જોવા મળી શકે છે. તેથી સરકારી કામ, દસ્તાવેજી પ્રક્રિયા અથવા કાનૂની બાબતોમાં બેદરકારી ન રાખવી. બેંકિંગ અથવા રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી ચકાસવી જરૂરી રહેશે.

તુલા રાશિ

તુલા રાશિ ના લોકો માટે આ ગોચર કામકાજના ક્ષેત્રમાં દબાણ વધારી શકે છે. છઠ્ઠા ભાવમાં સૂર્ય આવવાથી જવાબદારીઓ વધી શકે છે. ઉતાવળમાં લેવાયેલો કોઈ નિર્ણય મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન કેટલાક લોકોને કાર્યસ્થળ અથવા સંબંધોમાં ટીકા પણ સાંભળવી પડી શકે છે. તેથી ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિને સંભાળવી જરૂરી રહેશે.

આ પણ વાંચો: Shani Asta 2026: શનિ સહિત 3 મોટા ગ્રહ અસ્ત, દેશ દુનિયા પર ખતરાના સંકેત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)