સૂર્ય એક રાશિમાં લગભગ 30 દિવસ સુધી રહે છે, તેથી તેની સ્થિતિમાં થતા ફેરફારોનો પ્રભાવ તમામ 12 રાશિઓ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ જોવા મળે છે. હાલમાં સૂર્ય મીન રાશીમાં શનિ અને મંગળ સાથે સ્થિત છે. એપ્રિલ મહિનાના મધ્યમાં, એટલે કે 14 એપ્રિલે, સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશતાં જ શુક્ર સાથે યૂતિ બનાવશે

સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશતાં જ શુક્ર સાથે યૂતિ બનાવશે, જેને ‘શુક્રાદિત્ય રાજયોગ’ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં રહેશે, જેના કારણે તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે. શુક્ર અને સૂર્યની યૂતિ લગભગ 12 મહિના પછી બને છે. દરેક વખતે તેનું ફળ એકસરખો ન હોય, કારણ કે તે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે.

30 એપ્રિલે સૂર્ય અને બુધની યૂતિથી ‘બુધાદિત્ય રાજયોગ’ બનશે

પંચાંગ મુજબ, સૂર્ય 14 એપ્રિલ 2026ના રોજ સવારે 09:38 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 15 મે સુધી ત્યાં રહેશે. આ દરમિયાન 26 એપ્રિલ સુધી શુક્ર સાથે યૂતિ રહેશે. ત્યારબાદ શુક્ર વૃષભ રાશિમાં જશે. 30 એપ્રિલે સૂર્ય અને બુધની યૂતિથી ‘બુધાદિત્ય રાજયોગ’ બનશે.

મેષ રાશિ પર અસર (Aries)

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયક રહેશે. આ રાશિના લગ્ન ભાવમાં સૂર્ય અને શુક્રની યૂતિ થવાથી વ્યક્તિત્વમાં નીખાર આવશે. માન-સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સારો સમય પસાર થશે અને તમારા કામની પ્રશંસા થઈ શકે છે.

વૃષભ રાશિ પર અસર (Taurus)

આ રાશિના બારમા ભાવમાં સૂર્ય ગોચર કરશે. તેથી વિદેશ યાત્રાના યોગ બની શકે છે. વિદેશમાં માન-સન્માન અને ઓળખ મળશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો. કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને મનપસંદ સ્થળે ટ્રાન્સફર મળી શકે છે.

કન્યા રાશિ પર અસર (Virgo)

કન્યા રાશિ માટે સૂર્ય અષ્ટમ ભાવમાં પ્રવેશ કરે છે, જે સામાન્ય રીતે શુભ નથી. પરંતુ શુક્રની અસરથી થોડી રાહત મળી શકે છે. આર્થિક નિર્ણયો વિચારપૂર્વક લો. સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: Grah Gochar :શુક્ર,બુધ અને વરૂણનો ખાસ યોગ, આ રાશિની કિસ્મતનું તાળુ ખુલશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)