આજે ઉત્તરભારતમાં નાગપંચમી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે આપણે નાગપંચમીના દિવસે જાણીએ કે સ્વપ્નમાં જો સાપ આવે તો તે શુભ કે અશુભ. સામાન્ય રીતે આપણે નાગદેવતાથી ડરતા હોઇએ છીએ તો શું ખરેખર સ્વપ્નમાં સર્પ દેખાય તો શું થાય?
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સર્પથી જોડાયેલા સપનાઓનો અલગ અલગ અર્થ થાય છે. સર્પને સનાતન ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. સર્પને મહાદેવના આભૂષણ તરીકે જોવામાં આવે છે. નાગની સનાતન ધર્મમાં પૂજા કરવામાં આવે છે.
આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતો દીવસ રાત એક કરીને કામ કરે છે ત્યારે ખેતરમાં રોજ બરોજ સર્પ સાથે મુલાકાત થાય છે. સૌ કોઇ માને છે કે પ્રકૃત્તિને છંછેડો નહી તો એ તમારૂ ક્યારેય નુકસાન ન કરે આ રીતે સર્પદેવતા હંમેશા રક્ષણ કરે છે.
સ્વપ્નમાં સર્પ દેખાય તો જાણો શુભ કે અશુભ
શિવલિંગ પર લપેટાયેલો સર્પ
આ સપનાને ખુબજ શુભ માનવામાં આવે છે, આ સપનાનો અર્થ છે શિવકૃપા અને આધ્યાત્મિક ઉન્નતિ થાય
ફેણ ઉંચી કરેલો સર્પ
આને પણ ખુબજ શુભ માનવામાં આવે છે, સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થશે
સફેદ નાગદેવતા
સપનામાં જો સફેડ સર્પ દેખાય તો દૈવિક માર્ગદર્શનની પ્રાપ્તિના સંકેત છે
કાળો સર્પ
આ સ્વપ્ન ખુબ જ શુભ છે આનાથી જીવનમાં ખુશીઓ આવવાના સંકેત છે, ધનલાભ થશે
લીલો સર્પ
લીલો સર્પ આમ પણ જોવામાં ખુબજ દુર્લભ છે. તેને શુભ સમાચાર અને સુખદ ફેરફારનું પ્રતિક માનવામાં આવે છે.
ભૂરો કે સોનેરી સર્પ
આ પિતૃઓના આશિર્વાદના સંકેત આપે છે. આ સપનુ જણાવે છે કે પિતૃઓ તમારા પર પ્રસન્ન છે
પીળા રંગનો સર્પ
કરિયર અને સફળતા તેમજ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય
સર્પનું રાફડામાં જવુ
જો તમને સર્પ રાફડામાં જતો દેખાય તો તેને ધન સંપત્તિના સંકેત તરીકે જોવામાં આવે છે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)