વિક્રમ સંવત 2082.અધિક જેઠ સુદ પાંચમ -ગુરુવાર, ગુરુ પુષ્ય અમૃતસિદ્ધિ યોગ.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

[[$alsoread]]

મેષ રાશિ

પુરુષાર્થ કરતા નસીબની કિંમત સમજાતી જણાય, અણધારી સફળતા સુખદ બને.

વૃષભ રાશિ

સામાજિક અને આર્થિક બાબતો પર ધ્યાન આપવું હિતાવહ થઈ પડે, ખોટો સમય ન વેડફશો.

મિથુન રાશિ

હકારાત્મક વિચારો અને વલણ સફળતા અને શાંતિ તરફ દોરી જશે, સ્નેહીનો સહકાર.

કર્ક રાશિ

સમય સુધરતો જણાય, કઠિન પ્રશ્ન હલ કરરવા વડીલની મદદ ઉપયોગી બને, નાણાભીડ, પ્રવાસ.

સિંહ રાશિ

આપના વિરોધીઓ વધે નહીં તે માટે સંયમ અને સ્વસ્થતા રાખજો, નાણાભીજ દૂર થાય.

કન્યા રાશિ

અકારણ ઉદ્વેગ, ચિંતા-વિષાદ હશે તો દૂર કરવાનો માર્ગ સર્જાય, સ્વજનનો સાથ મળે.

તુલા રાશિ

અંગત ચિંતાઓ દૂર થતી જણાય, પ્રયત્નનું મીઠું ફળ ચાખવા મળે, યાત્રા સફળ થાય.

વૃશ્ચિક રાશિ

ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થશે, આપના વિરોધીઓની કારી ચાલે નહીં.

ધન રાશિ

આર્થિક સમસ્યાનો ઉપાય મળે, િંચંતાનો બોજ વધે નહીં તે જોજો, ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.

મકર રાશિ

વિકટ પરિસ્થિતિ હશે તો પણ માર્ગ મળી આવે, ચિંતાનું સમાધાન થતું જણાય, પ્રવાસ-મુલાકાત.

કુંભ રાશિ

કાલ્પનિક ભય રાખશો નહીં, અણહિતનો કોઈ યોગ નથી, કૌટુંબિક સુખાકારી સર્જાતી જણાય.

મીન રાશિ

નાણાભીડ અને વ્યવસાયિક સમસ્યામાંથી છૂટવા મિત્ર સ્વજનની મદદ લેવી પડે, આરોગ્ય સચવાય.


  • Follow us on: